Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : માત્ર ચાર ધોરણ ભણેલી મહિલાએ 160 અન્ય મહિલાઓને પગભર બનાવી.

Share

માત્ર ચાર ધોરણ ભણેલી મહિલાએ 160 અન્ય મહિલાઓને પગભર બનાવી. આધુનિક યુગમાં મહિલાઓ પગભર થઈને નિર્ભરતા વગર પગભર થઈ રહી છે. ત્યારે માત્ર ચાર ધોરણ ભણેલી કચ્છની મહિલાએ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ કચ્છના પબીબેન રબારી માત્ર પોતે જ પગભર નથી બન્યા પરંતુ તેમણે તેમના ગામની અન્ય 160 મહીલાઓને રોજગારી અપાવી છે.સુરત સીટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ક્રાફટરૂટ્સ એકઝીબિશનમાં પોતાની કળાઓને દુનિયાની સમક્ષ મુકવા કચ્છથી આવેલા પબીબેન રબારી માત્ર ચાર ધોરણ સુધી ભણ્યા છે. તેઓ 7 વર્ષના હતા જ્યારે તેમના પિતાનું અવસાન થયું. પરિવારમાં ભાઈ ન હોવાને કારણે મોટી બહેન તરીકે ઘરની જવાબદારી તેમના પર આવી. નાની બે બહેનોના ભરણપોષણ માટે તેમણે માતાને મદદ કરવાનું નક્કી કર્યું. માતા પાસથી તેઓ ભરતકામ શીખ્યું કારણકે એ સમયે દહેજમાં તેને લેતા હતા. 13-14 વર્ષ ની ઉંમરથી નાના નાના વેપારીઓ સાથે તેમણે કામ કર્યું. 
2003માં તેમના લગ્ન અંજારમાં થયા.પતિ લક્ષમણભાઈએ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મોટા વેપારીઓ સાથે કામ કરવાનું કહ્યું. ડિસેમ્બર 2014 થી ક્રાફટ રૂટ સાથે તેઓ જોડાયા અને 2015 થી કામ કરવાનું શરૂ કર્યું. આજે તેમની સાથે અંજારની 160 મહિલાઓ કામ કરી રહી છે જે મહિને 4,000 થી લઈને 12,000 રૂપિયા સુધી રોજગારી મેળવી રહી છે. અલગ અલગ પ્રકારના પર્સનું ભરતગૂંથણ કરીને આજે આ દરેક મહિલાઓ સ્વનિર્ભર બની છે. 36 વર્ષીય પબીબેન કહે છે, આજની  સ્ત્રીઓ ઘણા સામાજિક પડકારોનો સામનો કરતાં કરતાં આકરી આર્થિક કટોકટી વચ્ચે બાળકોને ઉછેરવા કે પોતાના પરિવારની  આવક સુરક્ષિત કરવા માટે સક્ષમ બની છે. મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એ સમયે મારા પતિએ મને હાથ આપ્યો અને મેં એ 160 મહિલાઓને. જેથી આજે અમે દરેક કોઈની ઉપર નિર્ભર નથી અને સ્વામાનથી જીવી શકીએ છીએ.

Advertisement

Share

Related posts

ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ એમેટી સ્કૂલ ખાતે કોબ્રા સાંપ નીકળતા દોડધામ

ProudOfGujarat

હાંસોટ તાલુકાના છિલોદરા ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : વાગરા રંગ ઉપવન ગેટ અને નવી નગરી વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ અન્ય ચાર વોન્ટેડ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!