પ્રાપ્ત માહિતી ભરૂચ-નમૅદા જીલ્લામાં વસવાટ હરિભક્તો અને આત્મીય સમાજના આસ્થાના કેન્દ્ર સમાન સ્વામીનારાયણ મંદિર અને યોગી ડિવાઇન સોસાયટી સોખડા ધ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ સહિત આત્મીય યુવા મહોત્સવ અંતગૅત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વહેલી સવારેથી સ્વામીનારાયણ મંદિરથી એસકે પટેલ પાકૅ,નેત્રંગ ચારરસ્તા,સામુહિક આરોગ્ય કેન્દ્ર,તાલુકા સેવાસદન,તા.પંચાયત અને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં સહિત સંગ્રહ ગામમાં ઠેર-ઠેર સાફસફાઇ કરવામાં આવી હતી. દુષિત કચરાને સળગાવીને ટ્રેક્ટરમાં ભરીને ગામની બહાર નાખવામાં આવ્યો હતો. અને ગામના રહીશોને જાહેર સ્થળો ઉપર ગંદકી ફેલાવવા અને કચરો નહીં નાખવાની અપીલ કરી હતી,જે દરમિયાન સ્વામીનારાયણ મંદિરના ભક્તિવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે,સમાજ જીવનમાં લોકો વચ્ચે પરસ્પર આત્મીયનો સબંધ જળવાઇ અને સરદાર પટેલની પુણ્યતિથિ સહિત દિવ્યભવ્ય આત્મીય મહોત્સવના ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરાયો છે. જેમાં હજારોની સંખ્યામાં સંયભુ હરિભક્તો અનેે ગ્રામજનો જોડાયા છે. જે આનંદની બાબત છે,જ્યારે નેત્રંગ ગામના ઇતિહાસમાં ખુબ જ મોટાપાયે સ્વચ્છતાનો કાયૅક્રમ યોજાતા સમગ્ર વિસ્તારની પ્રજામાં પ્રેરણાદાયી આકષૅણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં પુજ્ય ભક્તિવલ્લભ સ્વામી,યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ,મોહસીન પઠાણ,જયેશ વસાવા,સ્નેહલ પટેલ,મહેન્દ્ર મકવાણા સહિત હજારોને સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
નેત્રંગમાં સ્વામીનારાયણ સંપ્રદાય ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
Advertisement