અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમિયાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર પોલીસ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ હદ વિસ્તારમાં આવેલ રામકુંડ રોડ ઉપર ના વાઘેલા વાળમાં દરમિયાન કોઈ ચોરોએ શૈલેષભાઈ ચંદુભાઈ રાણા રાત્રે જમીને પોતાના ઘરમાં માળીયે સુવા જવા માટે ગયા હતા. તે દરમિયાન મધ રાત્રી એ નીચેના ઘરનો આગળ નો નકુચો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડ રકમ 25000 તેમજ સોના ચાંદી દાગીના મળી કુલ અંદાજે ૩૬ હજારની ચોરી કરી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. અન્ય રામદેવનગરના મકાનના હરેશભાઈ કોમલ ના ઘર ગયા હતા જેઓનું મકાનનું પણ નીચેના આગળના ઘરના દરવાજાનું કાળુ તોડ્યું હતું. પરંતુ ઘરમાં કંઈક મળવા પામ્યું ન હતું. જ્યારે રામકુંડ રોડ ઉપર આવેલ અન્ય એક મકાન પણ નિશાન બનાવ્યુ છે. દરમિયાન ત્રણ જેટલા મકાનોમાં ચોરીની ઘટનાથી પ્રજામાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસ વધુ પેટ્રોલિંગ કરે કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમ્યાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
Advertisement