કોર્ટની ભાષામાં રેરર્સ ઓફરેર કેસનો શબ્દ પ્રયોગ પ્રચલિત છે, બસ એજ રીતે સુરતનો એક ઈલેક્ટ્રોનિક એન્જિનિયર થયેલ યુવક નીરવ મકવાણાને જન્મના 22 વર્ષ બાદએ વાતની જાણ થઈ કે કલર બ્લાન્ડની દુર્લભ નેત્રરોગનો શિકાર છે. ધો.10 અને ધો.12 માં 85 ટકા જેટલું ઉચ્ચ પરિણામ લાવ્યા બાદ પોતાના અભ્યાસમાં તેજસ્વીતાને કારણે નીરવ મકવાણા ઈલેક્ટ્રોનિક એન્જિનિયર બન્યો પરંતુ જ્યારે તેણે નોકરી માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ કંપનીમાં વિધુત સહાયક તરીકે ઇન્ટરવ્યુ આપ્યું અને તેનું મેડિકલ થયું ત્યારે તેણે ખબર પડી કે તે કલર બ્લાઈન્ડનેશ નામના આંખના રોગથી ગ્રસ્ત છે અને વીજ કંપનીએ પણ તેને આ રોગની ખામીને કારણે અયોગ્ય ધોષિત કર્યા.
કલર બ્લાઈન્ડનેશએ વારસાગત અને હોર્મોન્સની ખામીને કારણે થતાં નેત્રરોગ છે જેમાં વ્યક્તિ વિવિધ રંગોને ઓળખી શકતો નથી. દા.ત. મેધધનુષના સાત રંગોને તે અલગ તારવી અસમર્થ બને છે. આ રોગનો ઉપચાર પણ હજુ અલભ્ય જોવા મળે છે. હવે આ યુવક માટે સૌથી મોટો પ્રશ્ન ઊભાં થઈ શકે છે કે તે ન તો ફીઝીકલી હેન્ડીકેપની શ્રેણીમાં આવે. સૌથી વધુ અચંબો ત્યારે સર્જાયો છે કે દુનિયાના અનેક દેશો સહિત ભારત સરકારે આવા રોગથી પીડિત વ્યક્તિને કોઈ સ્પેશિયલ કેટેગરીમાં સ્થાન આપવાની બંધારણીય જોગવાઈ શુદ્ધા કરી નથી. કિન્નરોને અલગ જેન્ડર તરીકે સ્વીકૃતિ મળી છે. દિવ્યાંગો શારીરિક ખોડ ખાંપણ ધરાવતી વ્યક્તિને વિશેષ શ્રેણીમાં સમાવેશ કરાયા છે પરંતુ કલર બ્લાઈન્ડનેશથી પીડાતા આવા વ્યક્તિઓને કોઈ વિશેષ શ્રેણીમાં સમાવેશ કર્યા નથી અને તેઓને સામાન્ય સંજોગોમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરાય છે. હવે આવા વ્યક્તિઓ માટે રોજોરોટીનો પ્રશ્ન ઊભો થયો છે.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેની ઉચ્ચ પદવી હાંસલ કરનારા સુરતના નીરવ મકવાણાને આ ખામીને કારણે અનફીટ જાહેર કરાય તો તેની વ્યાવસાયિક કારકીર્દી નું શું ? રોજીરોટી કઈ રીતે મેળવી શકે? આ યુવક સુરતથી સાંસદ સુધી આ પ્રશ્ન ઊભો કર્યો છે કે જેથી કરીને દેશના લાખો વ્યક્તિઓ કે જેઓ આવી ખામીથી પીડાતા છે તેમને ન્યાય મળી શકે અને તેમાં સુરતના મહિલા સાંસદ દર્શના જરદોષે સાંસદમાં પ્રશ્ન ઉઠાવી સરકારનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય શારીરિક ક્ષતિને કારણે આ શિક્ષિત યુવકના જીવનમાં વિકાસ થંભી પડયો છે. નવા કલર બ્લાઈનનો કાયદો બનવો જોઈએ તેવી ગુહાર પણ સુરતના આ યુવકે ઉઠાવી છે. હવે એ જોવું રહ્યું કે અંધજનોને દિવ્યાંગનું સહાનુભૂતિપૂર્વકનું વિશેષણ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના આ શિક્ષિત યુવકની સમસ્યાને વાચા આપે છે કે કેમ?
સુરતનાં સાંસદ દર્શના જરદોષે ગતરોજ લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન કલર બ્લાઈન્ડના વારસાગત રોગથી પીડાતા સુરતના એક શિક્ષિત યુવકને નોકરીમાંથી અયોગ્ય ધોષિત કરતો હોય તેને ન્યાય મળે તે માટે ધારદાર રજુઆત કરી હતી.
Advertisement