ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકાનાં ભાજપાના પ્રમુખ સેવતું વસાવા ઉપર કેટલીક મહિલાઓએ ગતરાત્રીનાં હુમલો કરીને માર મારવાનો વિડીયો વાઇરલ થયો હતો. આ ધટના અંગે વાલીયા પોલીસ મથકમાં બે સામસામે ફરિયાદ દાખલ થઈ છે. જેમાં વાલીયા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોરધન વસવાના પત્ની સુરતાબેનએ વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેમાં વિગતોમાં તેમના પતિ ગામનાં સરપંચ છે. તેમના ઘરે ગામથી 20 થી 30 જેટલી મહિલાઓ આવી હતી અને અમારા વિસ્તારનાં વિકાસ કામો કેમ કરતાં નથી તેમ કહીને ફરિયાદ કરતાં સુરતાબેન અને તેમની દીકરી સેજલબેન સહિત તમામ મહિલાઓ ગતરાતનાં ઉપસરપંચ કુસુમબેન ગોહિલના ઘરે રજુઆત કરવા ગયા હતા. જ્યાં ભાજપા પ્રમુખ સેવતું વસાવા, ઉપસરપંચના પુત્ર પ્રતિક સહિત, સુરેશ લાલુ, જિગર કમલેશ વસાવા, પ્રદીપ ભરથાનીયા નાઓ બેઠા હતા આથી તેમણે કુસુમબેનને મળવું છે તેમ કહેતા સેવતું વસાવાએ કહ્યું હતું કે કુસુમબેન નથી શું કામ છે. ત્યારે સુરતાબેનએ ખ્યું હતું કે મારા પતિ સરપંચ છે તેઓ વિકાસ કામો કરવા માંગે છે. તો પછી ઉપસરપંચનો પુત્ર પ્રતિક અને તેના મળતિયા કેમ વિકાસ કામો થવા દેતા નથી. તેવી રજુઆત કરતાં સેવતું વસાવા સહિતનાં ત્યાં બેઠેલા તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા, તેમણે સેજલબેનને છાતીનાં ભાગે પકડીને મારમારવાનું શરૂ કરતાં અને ગાળો બોલવાનું કહેતા આ દરમ્યાન સુરતાબેન પણ છોડાવવા પડતાં તેમણે દંડા તથા સળીયાથી મારમારીને સેજલનો ડ્રેસ ફાડી નાંખ્યો અને સુરતાબેનની સાડી કાઢી નાંખીને સેવતું વસાવા અને સાથીઓને બૂમો પાડીને કહ્યું કે બંનેને ઘરમાં લઈ આવો. તેમની સાથે બાળાત્કાર કરી નાંખીએ. તેવી ધમકી આપી જીવતી નહીં છોડીએ જાનથી મારી નાંખીશું તેમ કહેતા મહિલાઓ ભાજપા પ્રમુખ સેવતું વસાવા સહિતનાં લોકોને ધાળી નાખ્યો હોવાનો વિડીયો પણ વાઇરલ થયો હતો. જેમાં ઉપરોક્ત તમામ સામે સુરતા ગોરધન વસાવાએ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
જ્યારે બીજી ફરિયાદ વાલીયા પોલીસ મથકમાં કમલેશ વસાવાએ આપી હતી. જેમાં તેઓ તેમજ ઉપસરપંચના પુત્ર પ્રતિક ઉર્ફે પૃથ્વી ગોહિલ સેવતું વસાવા સહિતના ઘરની બહાર હીંચકા પર બેઠા હતા તે દરમ્યાન સરપંચ ગોરધન વસાવા તેની પત્ની સુરતા, પુત્રી સેજલ, સરપંચનો પુત્ર, દિનેશ વસાવા, સહિત 30 થી 40 લોકોના ટોળાએ આવીને હુમલો કરી દીધો હતો અને દિનેશ દ્વારા સેવતું વસાવાની છાતી પર ચારો મૂકી તેને મારી નાંખીશ તેમજ રજનિ નામના યુવાને પકડી રાખીને તેમના ખિસ્સામાંથી રૂ.5650 કાઢી લઈને તેમની પહેરેલી સોનાની વીંટી કાઢી લઈ લૂંટ ચલાવી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે સરપંચ સહિત તેમની પત્ની, પુત્રી, પુત્ર સહિત 40 જણા સામે મારમારી હુમલો કરવા સહિતની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકાનાં ભા.જ.પા. પ્રમુખ અને તેમના સાથી મિત્રોએ ગામનાં સરપંચની પત્ની અને પુત્રી પર બાળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે.
Advertisement