સુરતમાં વહેલી સવારે કેટલાક યુવાનો દ્વારા બાઇક ઉપર આવી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સહિત પર્સની ચોરી કરી ભાગી જતાં હતા. આ મામલે અગાઉ બે આરોપીઓ ઝડપાયા હતા. તેમાં રૂકશાના નામની મહિલા આ બેગનાં સોનાનાં દાગીના મુંબઈ વેચીને રોકડા કરી લેતી હતી. જ્યારે આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરતનાં પી.આઇ.જી.બી પટેલે ટીમ બનાવી આકીબ શેખને ઝડપી લીધો હતો. તેની પાસેથી 67,500 રૂપિયાનાં મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. જેમાં તેણે શોયેબ ખાન ઉર્ફે લાલખાન પઠાણનું નામ આપતા તેણે ભેસ્તાન ખાતેથી ઝડપી લઈ પૂછપરછ કરતાં તેની પાસેથી 4 લાખ 3 હજાર સહિત સામાન મળી કુલ રૂ.4,53,342 નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ આકીબ અને શોયેબની પૂછપરછ કરતાં તેઓ દ્વારા પૂણા, સલાબત પૂરા, કાપોદ્રા, ઉધના, ખટોદરા જેવાં વિસ્તારોમાં બેગ ખેંચવીને ભાગીયા હોવાનો તેમજ અછોડાતોડની અનેક ધટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતાં કુલ 17 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. સુરત પોલીસ હવે આ ગેંગનાં બીજા સભ્યોની ધરપકડનાં ચક્રોગતિમાન કર્યા છે.
સુરત પોલીસે 17 જેટલા પર્સ ચોરી ચેઇન ખેંચવી લઈને ભાગતા આરોપીઓને ઝડપી લઈ 4 લાખ 53 હજાર ઉપરનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Advertisement