પ્રવાસ એ કુદરતની ખુલ્લી કિતાબ છે. કુદરતે જયાં મન મુકીને મનમોહક સૌંદર્ય પાથરેલું છે. જેની એક બાજુ, વાદળ સાથે વાત કરતી વિંધયાચલ પર્વતની હારમાળાઓ ઉભી છે. તો બીજી બાજુ આકાશ સાથે બાથ ભીડીને અડીખમ ઊભી સાતપુડા પર્વતની હારમાળાઓ છે. બન્ને પર્વતની હારમાળાઓની મધ્યમાં જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાઈ, એવી ખળ-ખળ વહેતી માં નમઁદા હોય અને હા અખંડ ભારતના શિલ્પી એવા લોહ પુરુષની( દુનિયાની સૌથી ઊંચી) પ્રતિમા હોય. દુનિયાના લોકો જે ડેમને જોવા માટે તળસી રહયા છે.એવો દુનિયાનો બીજા નંબરનો ક્રોકરીટ ડેમ હોય એવા સ્થળે જવાનું કોને ના ગમે? દરેક વ્યક્તિઓ આ સ્થળનો પ્રવાસ કરવાના સપના જોતા હોય છે. આમદલા શાળાએ પણ આ સ્વપ્ન જોયું હતું જોગાનુજોગ આજે અમારે આ નયન રમ્ય સ્થળની મુલાકાતે જવાનું નક્કી થયું.સૌ પ્રથમ અમે ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી.મન મોહક બની શાળાના તમામ બાળકો પાર્કની પ્રવૃતિઓમાં ખોવાઇ ગયાં. મન ભરીને કુદરતી નજારો નિહાળ્યો. રંગોને પણ શરમાવે તેવી ફલાવર વેલી જોઈ દિલ ભરાઈ ગયું. વ્રજને પણ શરમાવે એવા લોહ પુરુષની પ્રતિમાને જોઈ ધન્યતા અનુભવી.ડેમનો નજારો નિહાળી અંતમાં નમઁદાના દર્શન કરી. આનંદ મંગલ કરતાં નર્મદે સર્વદેના સાદ કરતાં- કરતાં પરત જ્ઞાન મંદિરે જવા રવાના થયા. અંતમાં એવું લાગ્યું કે સપને ઉસીકે સચ હોતે હૈ, જીનકે સપનોમે જાન હોતી હૈ, પંખોસે કૂછ નહીં હોતે, હોસલો સે ઉડાન હોતી હૈ.આ રહી અમારી યાદગાર તસવીરો.
ગૌતમ વ્યાસ :- કેવડીયા