દેશભરમાં હાલ તો ડુંગળીના ભાવ આસમાને છે 150 રૂપિયાથી લઈને ૨૦૦ રૂપિયે કિલો સુધીની ડુંગળી દેશભરના કેટલાક બજારોમાં વેચાણ થઇ રહી છે. જેમાં ભરૂચ જિલ્લાના બજારોમાં પણ ૧૨૦ થી લઇને ૧૫૦ રૂપિયા સુધી ડુંગળી વેચાઈ રહી છે હોટલો,આમલેટ ની કે ખાણીપીણીની લારીઓ ઉપરથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે જેને પગલે ડુંગળીનો ભાવ ડોલર અને પાઉન્ડ કરતાં પણ વધી ગયો છે. આજે બે ડોલર કે બે પાઉન્ડ આપો તો 1 કિલો ડુંગરી મળે છે. ભરૂચના બજારોમાં ડુંગળીનો ભાવ આસમાને ચડી રહ્યો છે. ડુંગળીઓ બજારમાંથી અને લારીઓમાંથી ગાયબ થઇ રહી છે એકદમ છેલ્લી કક્ષાની ડુંગળી પણ ૬૦ થી ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. ડુંગળીનો ભાવ દિવસે દિવસે વધતા રસોડામાંથી પણ ડુંગળીનો ઉપયોગ નહિવત થયો છે. ડુંગળીની અછતને પગલે લોકોના ખાનાપીનામાં પણ અસર થઇ રહી છે ત્યારે ભરૂચમાં એક માત્ર સ્કૂટરનું વેચાણ કરતી એજન્સી દ્વારા સ્કૂટરની ખરીદી પર રૂપિયાની ઓફરને બદલે 10 કિલો ડુંગળી મફત મળશે તેવી જાહેરાત કરી છે. એક સમય હતો કે સ્કૂટર ખરીદવા જાઓ તો રોકડ ડિસ્કાઉન્ટ મળતું હતું હેલ્મેટ મળતું હતું એસેસરીઝ મફત મળતી હતી પરંતુ હવે કદાચ આ વસ્તુઓ ડુંગળી સામે સસ્તી હોય તેવું લાગતા સ્કૂટર વેચનારા એજન્સીના સંચાલક દ્વારા સ્કૂટરની ખરીદી ઉપર 10 કિલો કાંડા એટલે કે ડુંગળી મફત આપવાની જાહેરાત કરી છે.તો બીજી તરફ બોડેલીના ફોન વેચનારા દુકાનદારે બે કિલો ડુંગળી મોબાઇલ ફોનની ખરીદી પર આપવાની જાહેરાત કરી છે. આમ ડુંગળીનો ભાવ દિવસે દિવસે વધતા જતા લોકોના બજેટમાં પણ અસર થઇ છે. જોકે એવી પણ ચર્ચા છે કે ડુંગળીના વેપાર કરનારા વેપારીઓએ ડુંગળીનો સ્ટોક કરી નાખીને સસ્તા ભાવની ડુંગળી પણ ઊંચાં ભાવે કે ડબલ ભાવે વેચાણ કરી રહ્યા છે. આ મામલે લોકોમાં એવી પણ ચર્ચા છે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળી ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી લઈને ડુંગળીના વેપાર કરનારા વેપારીઓ દ્વારા સ્ટોક કરી નાખી તેને હવે ડબલ ભાવે વેચાણ કરી રહ્યા છે એટલે કે જૂની ડુંગળીનો ભાવ 20 રૂપિયા કે તીસ રૂપિયા કિલો હતો તેને હવે ડબલ ભાવે એટલે કે ૮૦ થી ૯૦ રૂપિયા કિલો ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. સરકાર આ દિશામાં તપાસ કરે પુરવઠા વિભાગ તપાસ કરે તો ડુંગળીના ભાવના કાળાબજાર કરનારા લોકો ઝડપાઈ જાય આમાં વચેટિયાઓ ડુંગળીનો ભાવ ડબલ કરીને કમાઈ રહ્યા છે. જ્યારે ખેડૂતો નુકસાનીમાં છે તો બીજી તરફ સામાન્ય પરિવારમાં લોકો ડુંગળી કાર તાજ આંખોમાંથી આંસુ સારી રહ્યા છે. આમ ડુંગળીના કાળા બજાર થઈ રહ્યો હોવાની લોકચર્ચા ભરૂચ જીલ્લામાં થઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં હવે મોબાઇલ અને બાઈકમાં ખરીદી કરો તો અમુક કિલો કાંદા એટલે કે ગરીબોની કસ્તૂરી ડુંગળીની ઓફર કરતી જાહેરાત થઇ રહી છે.
Advertisement