હાલમાં એસ્સાર કંપની દ્વારા દિવા પંથકમાં હાઈટેન્શન વીજ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે એસ્સાર કંપનીનાં અધિકારીઓ દ્વારા સ્થાનિક ખેતરોમાં રહેલા વૃક્ષોને કાપવાની કામગીરી આજરોજ હાથ ધરી હતી. જોકે સ્થાનિક ખેડૂતોને આ અંગેની જાણ થતાં તેઓ ધટના સ્થળે દોડી જય વૃક્ષ છેદનની કામગીરીને અટકાવી દેવાની ફરજ પાડી હતી.
દિવા ગામના ખેડૂત નિમૂલ પટેલે રોષભેર જણાવ્યું હતું કે એસ્સાર કંપનીએ વીજ ટાવર લાઇન નાંખવા માટે હજુ સુધી પાવર મીનીસ્ટ્રીમાંથી પરવાનગી લીધી નથી. તેમજ ખેડૂતોને નુકસાની વળતર શુદ્ધા ચૂકવ્યું નથી. આ ઉપરાંત વનવિભાગની કોઈ પણ પરવાનગી લીધા વિના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો છે.
વધુમાં સ્થાનિક ખેડૂતોએ જણાવ્યુ હતું કે આ અગાઉ દીવા ગામના જે વિસ્તારમાં એસ્સાર કંપનીએ વીજ લાઇન નાંખી છે એ જમીનમાંથી નજીવા અંતરથી ઊંચાઈએ હોય ચોમાસા દરમ્યાન અરથીંગ ઇલેક્ટ્રીક વેવનું જોખમ ઊભું થયું હતું. જે મોટી હોનારત સર્જી શકે તેમ છે.
દીવા ગામના ખેડૂતોએ સ્થળ ઉપર ઉપસ્થિત વીજ કંપનીનાં અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું કે જ્યાં સુધી સ્થાનિક ખેડૂતોને યોગ્ય નુકસાની વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. ખેડૂતો સાથેના આ જ્ધન્ય કૃત્ય સામે ખેડૂતોએ કોઈપણ લડત આપવા કટિબદ્ધ છે.
અંકલેશ્વર તાલુકાનાં દિવા પંથકના ખેડૂતોએ આજરોજ એસ્સાર કંપની દ્વારા જે હાઈટેન્શન વીજ લાઇન નાંખવા માટે ખેતરોમાં રહેલા વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરતાં સ્થાનિક ખેડૂતોએ તેનો સખત વિરોધ કરી વૃક્ષો કાપવાની કામગીરીને અટકાવી દીધી હતી.
Advertisement