વડોદરા RR સેલને હે.કો. અભિજીતસિંહ તેમજ એ.એસ.આઈ.કનકસિંહને એવિ નકકર બાતમી મળી હતી કે અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેકટરીની પાછળ ઓમ સાંઇ રેસીડેન્સીની એક દુકાનમાં બીપીન ભગતરામ ખટીક નામનો શખ્સ પોતાની દુકાનમાં રાંધણગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ રીફિલ કરી બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે.
આ બાતમીના આધારે આજરોજ બીપીન ખટીકની દુકાનમાં ઓચિંતી રેડ કરતાં દુકાનમાંથી બિનઅધિકૃત ખાલી તેમજ ભરેલી નાની મોટી રીલાયન્સ કંપનીની રાંધણગેસની બોટલો નંગ-8, વજન કાંટો, રીફિલિંગ પાઇપ મળી આવ્યા હતા અને મોટી ગેસની બોટલમાંથી નાની બોટલોમાં અત્યંત જોખમી અને બિનઅધિકૃત રીતે રીફિલિંગની પ્રક્રિયા ચાલતી હતી.
આથી પોલીસ ટુકડીએ બીપીન ખટીકની અટક કરી કુલ 10,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 285, 336 મુજબ જ્વલનશીલ પ્રદાર્થનું જોખમી રીતે રીફિલિંગ કરવાની બેદરકારી દાખવી અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરવા બદલ ગુનો અંકલેશ્વર શહેર પોલીસ મથકે દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા RR સેલની પોલીસ ટુકડીઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેક્ટરી પાછળ એક શોપિંગની દુકાનમાં બિનઅધિકૃત રીતે ચાલતા રાંધણ ગેસના રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Advertisement