શાળાના સફળતાપૂર્વક 25 વર્ષ પુર્ણ થતા સંચાલકો દ્વારા સમારોહની ઉજવણી કરાઇ. આણંદના ડોક્ટર દ્વારા શાળાના વિધ્યાર્થી માટે 50,000 રૂપિયા આપવામાં આવ્યા. કાર્યક્રમમાં શાળાના પુસ્તકનુ મહેમાનો હસ્તે વિમોચન કરવામાં આવ્યુ.
રાજપારડી ગામે ચાર રસ્તા નજીક આવેલ પાણીની પ્રજ્ઞા પરબ શાળાના 25 વર્ષ સફળતાપૂર્વક પુર્ણ થતા શાળાના સંચાલકો દ્વારા રજત જયંતિ સમારોહની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતુ અને આણંદથી પધારેલા ડોક્ટર દ્વારા શાળાના વિધ્યાર્થીઓ માટે 50 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો રજત જયંતિ મહોત્સવ સમારોહમાં શાળાના વિધ્યાર્થીઓના વાલીઓ તેમજ આગેવાનો મહેમાનોએ હાજરી આપીને સમારોહને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાજપારડી પંચાયતના સરપંચ પદમાબેન વસાવાના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના સંચાલકો દ્વારા ઉપસ્થિત મહેમાનો આગેવાનોનુ પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. સમારોહના કાર્યક્રમમાં શાળાના પ્રમુખ નરેશભાઇ,ઉમલ્લા ભાજપા અગ્રણી રશ્મિકાંતભાઇ પંડયા,રાજપારડી પંચાયતના ડેપ્યુટી સરપંચ પી.સી.ભાઇ.પટેલ,કેળવણી મંડળના પ્રમુખ સુનિલભાઇ પટેલ,સ્થાનિક પી.એસ.આઇ.જે.બી.જાદવ,ધારીખેડા સુગરના પ્રતિનિધિ પારૂલ બેન સહિતના અગ્રણીઓ,વાલીઓ,મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના સંચાલકોએ ભારે ઝહેમત ઉઠાવીને રજત જયંતિ સમારોહના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ