Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Share

સુરત જીલ્લાનાં ટોલ ટેક્સનાં મુદ્દે “ના કર ટોલ બચાવ સમિતિ” દ્વારા આજે સુરત જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે કામરેજ નાકે આવેલ ટોલ પ્લાઝા ખાતે સુરત જીલ્લાનાં વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ ટોલ પ્લાઝાની આજુબાજુનાં ગામો માટે સર્વિસી રોડ બનાવવામાં આવે. જો નજીકનાં ગ્રામજનો દૂધ, અનાજ, ફળફળાડી ભરીને ટોલ પ્લાઝા પાસેથી વાહન લઈને પસાર થાય તો ટોલ ભરવો પડે છે. ટોલ પ્લાઝાની એજન્સી દ્વારા આજુબાજુનાં ગામોને દત્તક લઈને વિકાસનાં કામો કરી આપવામાં આવતા હોય છે. તેનો અમલ કરવામાં આવે, ગ્રીન બેલ્ટ બનાવવામાં આવે, ટોલનાકા નજીક ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા હટાવવામાં આવે જેથી અનેક માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ટાઉનનાં રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

મોડાસાની બી.ડી. શાહ કોલેજમાં પ્રવેશોત્સવ ઉજવાયો, એસ. એમ. સી. કમિટીના સભ્યોની વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!