ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે સમી સાંજના સમયે પૂર ઝડપે જઈ રહેલા આઇસર ટેમ્પોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે આ લાગવાની ઘટના ધટતાની સાથે જ ટેમ્પોચાલકમાંથી ટેમ્પોમાંથી કુદી ગયો હતો અને થોડીક જ વારમાં ટેમ્પો ભડભડ સળગવા માંડયો હતો ટેમ્પો સળગવાના પગલે ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર દોડતાં વાહનો એક તબક્કે થંભી ગયા હતા અને જ્યાં ગાડી આગ લાગી હતી તે વડલા ગામ નજીક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ ભરૂચ ફાયરબ્રિગેડને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણી છાંટી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement