રાજપીપળા નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સુરક્ષા સાથે ચેકીંગ પણ ખૂબ જરૂરી હોય બહારની એજન્સીઓને કોન્ટ્રાકટ આપવા કરતા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ સાથે નર્મદા નિગમ,અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા એક ઉમદા પ્રયાસમાં સ્થાનિક જીઆરડી તરીકે જે ફરજ બજાવે છે તે પણ એક પોલીસનો ભાગ છે જો તેમને જ ફરજ પર રાખવામાં આવે તો 30 દિવસની પુરી હાજરી મળે અને તેમને સારો પગાર મળે. 220 રૂપિયાના દૈનિક પગાર સાથે 100 જેટલા સ્થાનિક જીઆરડી મહિલા અને પુરૂષોની નિમણૂક કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષામાં ગોઠવવામાં આવ્યા છે.જોકે એક વર્ષ થી સ્ટેચ્યુ પર પીએસઆઇ કે.કે.પાઠક પ્રવાસી ઓને સુરક્ષા બાબતે કોઈ તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને હજુ પણ એ ત્યાંજ હોય નર્મદા પોલીસની કામગીરી ઘણી જ પ્રશંસનીય જોવા મળી રહી છે.
આ બાબતે પી.એસ.આઈ કે.કે પાઠકે જણાવ્યું કે નર્મદા પોલીસ દ્વારા આ 100 જેટલા GRD ની નિમણૂક સ્ટેચ્યુ ખાતે એસ.પી સાહેબની સૂચનાથી કરાઈ છે. જેમને ગેટથી લઈને વિવિધ પોઇન્ટો પર મુકવામાં આવ્યા છે.બે શિફ્ટમાં 6 કલાકની નોકરી કરે છે. અને આ તમામ સુરક્ષાની સારી કામગીરી કરી રહ્યા છે.નર્મદા પોલીસનું આ ઉમદા કાર્ય છે જેમાં સ્થાનિકોને રોજગારી મળી રહી છે.
ગૌતમ વ્યાસ : કેવડિયા