Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નાનપુરા માછીવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજરોજ વહેલી સવારે મસમોટો ભૂવો પડતાં મોટી દુર્ધટના સર્જાતા રહી ગઈ હતી.

Share

સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજરોજ સવારે ભૂવો પડતાં રોડ સાઈડ ઉપર આવેલ વીજપોલ ધરાશાય થઈ એક મકાન ઉપર પડયો હતો, જેને લઈને મકાનની ઇમારતને નુકસાન થવા પામ્યું હતું. આજ ધટના સમયે આ મકાનની પાસે 3 થી 4 જેટલાં બાળકો રમતાં હતા. સદનસીબે જોકે એકેય બાળકને જાનહાનિ કે ઇજા પહોંચી નથી.
જોકે આ ધટનાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાથોસાથ મુખ્ય માર્ગ ઉપર અંદાજે 10 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતાં વાહન વ્યવહાર ખોરંભે પડયો હતો. લોકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
આ ધટના અંગે સ્થાનિક માછી સમાજના અગ્રણી સુરેન્દ્ર લશ્કરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે માછી સર્કલ પાસે મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાની ધટનાનો સિલસીલો અકબંધ રહેવા પામ્યો છે. છ મહિના અગાઉ સ્થાનિક કોર્પોરેટર પ્રવિણભાઈ માછીના ધર પાસે જ મસમોટો ભૂવો પડયો હતો. જે તે સમયે સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ વારંવાર ભૂવો પડવાની ધટના જોખમી સાબિત થઈ શકે છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ માછીવાડ વિસ્તારનો મુખ્ય માર્ગ પુન: એકવાર અદ્યતન પદ્ધતિથી બનાવવો જોઈએ જેથી વારંવાર ભૂવો પાડવાની ધટનાનો સિલસીલો અટકે સદનસીબે આજની ધટનામાં કોઈ જાનહાનિ કે ઇજા પહોંચી નથી. પરંતુ આ માર્ગ ઉપર અનેક લોકોની સતત અવરજવર રહેતી હોય ભૂવો પાડવાની ધટના ભવિષ્યમાં મોટી દુર્ધટના સર્જી શકે જે યોગ્ય નથી.
સ્થાનિક અન્ય રહીશોએ પણ એવી પ્રતિક્રિયા દર્શાવી હતી કે આ માર્ગનાં નિર્માણ સમયે હલકી ગુણવત્તાનું મટીરિયલનો વપરાશ થયો હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. જેને પરિણામે કોઈ પણ સમયે રસ્તા ઉપર ભૂવો પડવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ભાજપના સ્થાનિક કોર્પોરેટર પ્રવિણભાઈ માછી આ ધટનાને ગંભીરતાથી લે અને આ રસ્તાનું કામ નવેસરથી હાથ ઉપર લે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

લીંબડી ABMS ની ઓફીસનાં ઉદ્દઘાટન સાથે સીટી બસ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

વાંકલ : રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!