વડોદરા સુગર ફેકટરી સામે તારીખ ૭ મી ને શનિવારના રોજ પ્રતિક ઉપવાસનાં અંતિમ દિવસે ખેડૂત આગેવાન કોંગીનાં હાર્દિક પટેલે મુલાકાત લઈ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતાં.અહીં ૨૨૦૦ ખેડૂતોનાં અધિકારની લડાઈમાં ખેડૂત કરતાં પોલીસ વધારે હોવાની હાર્દિક પટેલે સરકારને ટોનો માર્યો હતો.તેઓએ વધુમાં સુગર ફેકટરી ૧૦ વર્ષ પહેલાં ૧૬ કરોડ દેવામાં હતી આજે ૧૭૦ કરોડનું દેવું હોવાની ઘટ પોસ્ટ કરી સર્વ ખેડૂતોને ચોંકાવી દીધા હતા.હાર્દિક પટેલે સતીશ પટેલનું નામ લીધા વિના એક માજી ધારાસભ્ય કહી દોષનો ટોપલો માથે નાંખ્યો છે.
વડોદરા સુગરમા ૨૦૧૮/૧૯ નાં વર્ષ દરમિયાન બે હજાર ખેડૂત સભાસદો એ શેરડી પીલાંણ માટે આપી હતી જે શેરડીનાં નાણાં આજ દિન સુધી ખેડૂતોને નહીં મળ્યાના આક્ષેપ સાથે કરજણ શિનોર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ શેરડીનાં નાણાં આપવાની માંગ સાથે તારીખ ૩ ડિસેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી પ્રતિક ઉપવાસ આંદોલનનો આરંભ કર્યો. હતો દરમ્યાન એક સણીયાદ ગામનાં ખેડૂત મરણ પણ થયુ હતું. અનેક સૌરાષ્ટ્ર નાં ખેડૂત નેતાઓએ અને વડોદરાનાં ખેડૂત સંગઠનોએ મુલાકાત લઈ આંદોલનને ટેકો જાહેર કરી સંચાલકો અને સરકાની ખેડૂત વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ચાલુ વર્ષે શેરડીનું પીલાંણ ઘટી જતાં ગધાર સુગરને ટેક ઓવર કરનાર નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામ પટેલે ગંધાર સુગરનાં કસ્ટડીયન તરીકેથી રાજીનામુ આપી દીધું હતું.આજ રોજ હાર્દિક પટેલે મુલાકાત લઈ સહકારી ક્ષેત્રમાં ચાલતી ખેડૂત વિરોધી નીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કયો હતો .આ પ્રસંગે ગંધાર સુગર પોલીસ છાવણીમાં ફેલાય ગયું હતું.હાર્દિક પટેલની સાથે સાથે કરજણ શિનોરનાં ધારાસભ્ય અક્ષય પટેલ શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસનાં અગ્રણીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
ભાજપનાં કાર્યકરોએ હાર્દિક પટેલ સામે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રગટ કર્યો હતો અને ગો બેકનાં નારા પોકાર્યા હતા. થોડી વાર માટે સનાટો વ્યાપી ગયો હતો.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ