Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાનાં સીતારામ બાગ હનુમાન ટેકરી ખાતે ૧૧ મી સાલગીરીનો ઉત્સવ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા.

Share

હાંસોટ તાલુકાનાં સીતારામ બાગ હનુમાન ટેકરી ખાતે ૧૧ મી સાલગીરીનો ઉત્સવ નિમિત્તે નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા લોકપ્રિય ભજન કલાકાર ભીખુ દાન ગઢવી તથા ઘનશ્યામ દાસ ગઢવીની ટીમ દ્વારા ડાયરા જેવા વિવિધ કાર્યક્રમો રામ દાસ ત્યાગીજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
 હાંસોટ તાલુકા સ્થિત દંત્રાઇ ગામ નજીક સીતારામ બાગ હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા કરતા મહાત્માઓની સેવાના દિવ્ય હેતુથી તા.૨૮ મી નવેમ્બર થી ૬ ડિસેમ્બર સુધી હનુમાન મંદિરનો ૧૧ મો પાટોત્સવ રામદાસ ત્યાગીજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કાર્યક્રમો યજ્ઞ, નવ દેવતા અભિષેક, ભાગવત પારાયણ, વૃંદાવનની રાસ લીલા, પ્રસાદી ભંડારા, શોભાયાત્રા તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ગાંધીનગર દ્વારા લોકપ્રિય ભજન કલાકાર ભીખુ દાન ગઢવી ની ટીમનો લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું નવ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમો મા હાંસોટ તાલુકાના ભાવિક ભકતો તથા સુરત જિલ્લાના દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહી ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત મુલાકાતે-23 ઓગસ્ટે PM ગુજરાતની મુલાકાત લેશે….

ProudOfGujarat

બાળવૈજ્ઞાનિકો ને પ્રોત્સાહિત કરવા હાંકલ પંચમહાલ જીલ્લાનુ 54 મુ વિજ્ઞાન પ્રદર્શન ગોધરા ખાતે યોજાયુ.

ProudOfGujarat

SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા નર્મદા બચાવ અંગે દોડનું આયોજન કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!