Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

Share

આજ રોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા બિન સચિવાલય પરીક્ષામાં થયેલ ગેરરીતી મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતરી આવી સ્ટેશન સર્કલ નજીક ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ સી.એમ વિજય રૂપાણીના પૂતળાનું દહન કરવા જતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જયુ હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા તો બીજી તરફ યુવા કોંગ્રેસના હોદ્દેદારોએ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિને સરકારની નિષ્ફળતા ગણાવી પરીક્ષા રદ કરવાની માંગ ઉચ્ચારી હતી.સમગ્ર કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, સકિલ અકુજી, યોગેશ પટેલ, સંજય વસાવા, સોયેબ ઝધડીયાવાળા, જ્યોતિબેન તડવી, જયેશ વસાવા, વિપુલ વસાવા વગેરે કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ થશે.

ProudOfGujarat

ભરૂચ એમિટી ઇન્ટરનેશનલ સ્કુલમાં યોજાઇ વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષણ તાલિમ શિબીર

ProudOfGujarat

ઝઘડિયાના ફુલવાડી ગામમાં ઘરમાં સૂતેલા પુત્રને સર્પે દંશ દેતા, પુત્રની ચિંતામાં માતાનું એટેકથી મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!