Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંપ અને સંરક્ષણ દીવાલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

Share

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર માથી તાલુકા માં 80 ગામોમાં 77 ઉપરાંત પાણીના સંપ અને સ્મશાનના રૂ.54 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે બનાવાની મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
રાજ્ય સરકાર રાજ્યની જનતાને ગામેગામ સુધી પીવાનું અને અન્ય વપરાશ અર્થે પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગને કરોડો રૂપીયાના ખર્ચે સંપ સહિતની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે આ નિમિત્તે ડભોઇ તાલુકાના કુલ 80 જેટલા ગામોમાં 77 ઉપરાંત સંપનું નિર્માણ માટે 54 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય ડભોઇના ધારાસભ્ય દ્વારા ડભોઇ તાલુકાનાં અકોટાદર ગામે 1 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતા સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે ડભોઇ તાલુકાનાં અંગૂઠણ ગામે રૂ.5 લાખના ખર્ચે સ્મસાન ગૃહ તેમજ રૂ.15 લાખના ખર્ચે સંરક્ષણ દીવાલ માટે પણ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બંને ગામોના અગ્રણીઓ સરપંચ, સહિત વકીલ અશ્વીનભાઈ પટેલ, કલ્પનાબેન પટેલ, દિનેશભાઈ પટેલ, સુખદેવભાઈ પાટણવાડીયા, ભાવેશભાઈ પટેલ, વિનોદભાઈ સોલંકી,સહિત ભાજપ કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોમાં ઈશ્વરભાઈ વસાવા, અંજેશ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

Vashishth bhatt
Dabhoi

Advertisement

Share

Related posts

ભરુચના ખત્રીવાદમાં ઝાડ ઢરાસાઈ થતાં નગરપાલિકાને જાણ કરાઇ હોવા છતાં કામગીરી ન થતાં સ્થાનિક લોકોએ ઝાડ કાપવા અંગે કામગીરી કરી.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે પિતરાઇ ભાઇએ ભાઇ ભાભી તેમજ ભત્રીજાને લાકડીનાં સપાટા માર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!