સુરત યુ-ટયુબ પર વિડીયો જોઇને રેલવે ટ્રેકનું સિગ્નલ ફેલ કરી લૂંટારુ ટોળકીએ વલસાડ પાસે માત્ર એક મિનિટમાં કચ્છ એકસપ્રેસ ટ્રેનમાંથી આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી દોઢ કરોડના ઘરેણાં અને રોકડની લૂંટ ચલાવી હતી. આ કેસમાં સુરતની ક્રાઇમબ્રાંચના પીઆઈ જી.પી.પટેલ અને તેના સ્ટાફના હે.કો.શૈલેષ રાધેબિહારીએ ડિંડોલી કરાડવામાંથી બે કારને અટકાવી તેમાંથી ધાતક હથિયારો સાથે સાત લૂંટારુઓને પકડી પાડયા હતા. ક્રાઇમબ્રાંચે આર્મ્સ એકટનો ગુનો નોંધી સાતેયની ધરપકડ કરી છે.બે આરોપીઓ ફરાર છે.માસ્ટર માઇન્ડ રાજુ બિહારી છેલ્લા 10 વર્ષથી 6 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. ડીસીબીના સ્ટાફે બે કારો, તમંચા નંગ-2, રિવોલ્વર-1, પિસ્ટલ-1, કાર્ટીઝ નંગ-14 અને મોબાઇલ-12 કબજે કર્યા છે. કચ્છ એકસપ્રેસમાં થયેલી લૂંટમાં ઘરેણાં અને રોકડ મળી 86.85 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. મુખ્ય સૂત્રધાર રાજુ બિહારી 12 ગંભીર ગુનામાં સુરત અને રેલવે પોલીસમાં પકડાય ચૂકયો છે.જયારે સાગરિત રોનીક ઉર્ફે રાજા મોરડીયા 10 ગુનામાં, નિરવ ઉર્ફે શંભુ લાડ બે ગુનામાં પકડાયો હતો.ગુલશન ઉર્ફે ટીકું અને નિરજ ઉર્ફે છોટેસીંગ નાસતા ફરતા હતા.રામુ અને મિયાઝ નામના બે લૂંટારુ વોન્ટેડ છે.4 લૂંટારુ વલસાડથી ટ્રેનમાં બેઠા હતા.લૂંટ માટે બિરેન્દ્ર ઉર્ફે ચીંટુ,મિયાઝ ગુલશન પટેલ અને નિરજ ઉર્ફે સુપર છોટેસીંગ પટેલે વલસાડથી ટ્રેનમાં મુસાફરી કરી હતી. જેવી ટ્રેન ડુંગરી પાસે ઊભી રહી કે આંગડીયાના કર્મચારીને માર મારી દોઢ કરોડની મત્તા લૂંટી ચારેય ઉતરીને આગળ રસ્તા પર કારમાં રાજુ બિહારી અને રામુ તેમજ અન્ય કારમાં હિતેશ પટેલ અને નિરવ લાડ ઊભા હતા. લૂંટ કરીને ચારેય કારમાં ભાગ્યા હતા. લૂંટના 3 દિવસ પહેલા રામુ, રાજુ, ટિકું અને ચીન્ટું ડુંગરી રેલવે ટ્રેક પાસે સિગ્નલ ચેક કરવા ગયા હતા અને ત્યાં યુ-ટયુબના વિડીયો આધારે સિગ્નલ ફેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પકડાયેલામાં હિતેશ પટેલ નવસારીમાં લોકલ છાપામાં પત્રકાર છે. નિરવ અને હિતેશ બન્ને મિત્રો છે.રાજુ બિહારી ટ્રેનમાં દારૂની ખેપ મારતો હતો.રાજીવ ઉર્ફે રાજુ બિહારી ટ્રેનમાં છેલ્લા 2 વર્ષથી દારૂની ખેપ મારતો હતો અને મોટેભાગે તે કચ્છ એકસપ્રેસ ટ્રેનમાં દારૂની ખેપ મારતો હતો. જેના કારણે તે આંગડીયા પેઢીના કર્મચારીઓ મોટું જોખમ લઈને આવતો હોવાની તેને માહિતી હતી. જેના કારણે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો.પકડાયેલા આરોપી
રાજીવ ઉર્ફે રાજુ બિહારી વિશ્વનાર્થ શર્મા (રહે.ખેરગામ-નવસારી, મૂળ રહે. બિહાર)
રોનીક ભીમજી મોરડીયા ( બાલાજી પાર્ક, નવસારી તથા સુમન નિકેતન રેસીડન્સી, કતારગામ, મૂળ બોટાદ)
બિરેન્દ્ર ઉર્ફે ચીટું રવિન્દ્રસીંગ રાજપુત (ખેરગામ, નવસારી, મૂળ ભોજપુર)
હિતેશ વેણીલાલ પટેલ (રહે. ગાંધીનગર સોસા, ખેરગામ, નવસારી)
ગુલશન દેવેન્દ્રસિંહ પટેલ (બિહાર)
નિરવ ઉર્ફે શંભુ દલપત લાડ (કુંભારવાડ, ખેરગામ, નવસારી)
નિરજકુમાર ઉર્ફે સુપર છોટેસીંગ પટેલ (રહે. બિહાર)
બાતમીના આધારે પકડાયા હતા.સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સચીન જીઆઇડીસી પાસે ઝુપડપટ્ટીમાં આ બધા જ આરોપીઓ એકઠા થઇ પોતાનો માલ લઈ પોતાનો હિસ્સો લઈને પોતાના વતન પાછા જવાના હતા પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી આ બધા જ આરોપીની ધરપકડ કરી લીધી હતી વતન જવા પહેલા જ તેઓને જેલના પાછળ ધકેલી દેવાયા હતા આ કામમાં વલસાડ પાસે ખેરગામના લોકલ ચોરોનું પણ સમાવેશ કરવામાં આવેલ છે.
આંગડીયા પેઢીના કર્મચારીને મારમારી દોઢ કરોડના ઘરેણાં અને રોકડની લૂંટ નાં પ્રકરણમાં આરોપીની ધરપકડ.
Advertisement