Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લામાં બે ઠેકાણે જુગાર પર પોલીસે છાપો મારતા નસભાગ, 10 ની ધરપકડ જ્યારે 1 ફરાર.

Share

રાજપીપળા નર્મદા જિલ્લાના કેવડિયા અને રાજપીપળા પોલિસે બે જગ્યા પર જુગારની રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી જેમાં ઝરીયા ગામની પ્રાથમિક શાળા પાછળ જુગાર રમતા વ્યક્તિઓ પૈકી (1)કેતન સુમનભાઇ તડવી (૨)ધર્મેંદ્ર મનહરભાઇ તડવી (૩) યોગેશ ગોરધન ભાઇ તડવી,ત્રણેય રહે ઝરીયા તા.ગરુડેશ્વર ને કેવડિયા પોલીસે રોકડા રૂપીયા ૪૧૦/- સાથે ઝડપી લીધા હતા.
જ્યારે બીજી રેડ રાજપીપળા કરજણ નદીના ભાઠામા જુગાર રમતા વ્યક્તિઓ માં (૧) વસીમ મનુમિયા કાજી (૨) દિપેન વિનોદભાઈ વસાવા (૩) યોગેશ રવિશંકરભાઈ વસાવા (૪) કમલેશ મગનભાઈ વસાવા (૫)નિકુંજ મનોજ ભાઈ વસાવા રહે. દરબાર રોડ જુનીવાવનો ખાંચો (૬) અમિત મુકેશભાઈ તડવી (૭) સુનિલભાઈ અભેસિંગભાઈ પરમાર (૮) શૈલેષભાઇ ચતુરભાઇ વસાવા ને અંગ ઝડતી ના રૂ.૧૯૭૦/- રોકડા ,દાવ પરના રૂ.૭૬૦/- મળી કુલ રૂ. ૨૭૩૦/- મોબાઇલ ફોન નંગ-૭ કિરૂ. ૧૪૦૦૦/-મો.સા. નંગ-૪ કિ.રૂ.૧૯૩૦૦૦/-મળી કૂલ કિ.રૂ.૨૦૯૭૩૦ /-ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ઝડપી લીધા હતા પરંતુ શૈલેષ ચતુર વસાવા રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરામાં બળવો કરનાર અપક્ષ નેતા મધુ શ્રીવાસ્તવ જાણો આગળ છે કે, પાછળ અન્ય બેઠકો પર શું છે સ્થિતિ

ProudOfGujarat

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

ProudOfGujarat

રાજપીપળા પાલિકા સદસ્ય મંજુરે ઇલહીએ પોતાના વૉર્ડમાં પાણી સફાઇ સહિતની સમસ્યાઓ મુદ્દે મુખ્ય અધિકારીને રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!