ડિસ્ટ્રીક્ટ જજ જે.પી.ગઢવીની ઉપસ્થિતિમાં રાજપીપલા ખાતે “આંતરાષ્ટ્રિય વિકલાંગ દિન”ની થયેલી ઉજવણી. બે લાભાર્થીઓને રૂા.૧ લાખની વિકલાંગ લગ્ન સહાય ઉપરાંત રૂા.૧ લાખની ૨૩ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ એસ.ટી બસના ૪૫ અને યુ.ડી.આઇ.ડીના ૫૪ કાર્ડનું લાભાર્થીઓને સ્થળ પર વિતરણ રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે વિકલાંગતા પ્રમાણપત્રના કેમ્પમાં અંદાજે ૫૦૦ થી વધુ દિવ્યાંગજનોની ઉપસ્થિતિ.
રાજપીપલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા આજે આંતરાષ્ટ્રિય વિકલાંગ દિનની ઉજવણી નિમિત્તે રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાજપીપલાના ડિસ્ટ્રીક્ટ જજ જે.પી. ગઢવીના મુખ્ય અતિથિપદે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ન્યાયાધીશ એન.કે.નાચરે તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડની ઉપસ્થિતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિકલાંગતા સહાય પેટે બે લાભાર્થીઓને રૂ.૧ લાખની વિકલાંગ લગ્ન સહાય ઉપરાંત ૨૩ લાભાર્થીઓને રૂા.૧ લાખની સાધન સહાયનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આજે યોજાયેલા આ સમારોહમાં ૪૫ જેટલાં વિકલાંગ લાભાર્થીઓને સ્થળ પર જ એસ.ટી પાસ અને ૫૪ જેટલાં લાભાર્થીઓને સ્થળ પર જ યુ.ડી.આઇ.ડીના કાર્ડના પણ લાભો એનાયત કરાયાં હતા તેની સાથોસાથ રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા વિકલાંગ કેમ્પમાં પણ અંદાજે ૫૦૦ થી વધુ દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજન હેલ્પ ડેસ્ક ઓન વોટ્સઅપને જિલ્લાના લાભાર્થીઓ માટે ખુલ્લુ મુકવા માટે રાઇટ ઓફ પર્સન વીથ ડિસેઅબીલીટી એક્ટ-૨૦૧૬ અંગે ઉપસ્થિત દિવ્યાંગજનોને માહિતગાર કરાયા હતા. આ સમારોહમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત વિવિધ એન જી ઓના પ્રતિનિધિ ઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજપીપળા, આરીફ જી કુરેશી