રાજપીપળા શહેરમાં ડેન્ગ્યુનો આતંક તંત્રની દેન હોય એમ 80 થી વધુ દર્દીઓ ફક્ત સરકારી ચોપડે જ છે છતાં ડેપો પાછળની બ્લોક હેલ્થ ઓફીસ ની બાજુમાંજ મચ્છરનું ઉપદ્રવ કેન્દ્ર સમાન પાણી ભરેલો ભુવો સામેજ મામલતદાર અને પ્રાંત કચેરી સહિતની ઓફિસો પણ હોવા છતાં તંત્ર પાણી ભરાઈ રહેતા આ ભુવાને પુરવામાં નિષ્ફળ.
રાજપીપળા શહેર માં ડેન્ગ્યુ ના 80 થી વધુ દર્દીઓ માત્ર સરકારી ચોપડે જ નોંધાયેલા છે ત્યારે ખાનગી મળી કેટલા દર્દીઓ હશે એ સાચો આંકડો કદાચ તંત્ર પાસે પણ નહીં હોય પરંતુ શહેરમાં ડેન્ગ્યુ જેવા રોગ વધુ વકરવા પાછળ તંત્ર જ જવાબદાર હોય એમ એસટી ડેપો પાછળ આવેલી નાંદોદ બ્લોક હેલ્થ કચેરીની બાજુ માજ પાણી ભરેલો ભુવો મચ્છરો નું ઉપદ્રવ સ્થાન હોય એમ ઘણા દિવસો થી જોવા મળે છે. રાજપીપળા મામલતદાર અને પ્રાંત કચેરી સામે આવેલી નાંદોદ બ્લોક હેલ્થ ઓફીસ ની બાજુ માજ લાંબા સમયથી જોવા મળતો ભુવો જેમાં પાણી ભરાઈ રહેતું હોય અસંખ્ય મચ્છરોથી ઉભરાય છે છતાં તંત્ર આ બાબતે બિલકુલ લાપરવાહ હોય તેમ ભુવાનું પુરાણ થતું નથી જેથી નજીકમાં આવેલી પ્રાંત,મામલતદાર,તાલુકા પંચાયત સહિતની ઘણી કચેરીઓનો સ્ટાફ તેમજ નજીકના રહેણાંક વિસ્તારોમાં ડેન્ગ્યુની લપેટમાં લોકો આવે તેવી દશા હોય તંત્ર આવી બાબત ગંભીરતાથી લઈ શહેરમાં આવા જોખમી ભુવાનું પુરાણ કરાવે અને જરૂરી પગલાં લે તેવી માંગ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી