સુરત નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા ઋષિકેશ એવન્યુ એપાર્ટમેન્ટમાં કરિયાણાના વેપારીઓ સહિતના દુકાનદારોને ધાક ધમકી આપીને અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં હતાં. ગમે ત્યારે આવીને ટપોરીઓ પાંચસો રૂપિયાથી 3 હજાર સુધીના હપ્તા વસૂલતાં આખરે સીસીટીવીમાં કેદ થયેલા અસામાજિક તત્વોની તોડફોડના દ્રશ્યો સાથે વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.અસામાજિક તત્વોનો આતંક ડિંડોલી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા પંદર વીસ દિવસથી આસમાની કલરની એક્ટીવા ગાડી પર નવાગામ વિસ્તારમાં આવેલ વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતાં હતાં. આરોપીઓ પોતે હત્યાના ગુનામાં જેલમાંથી છૂટીને આવેલા હોય અને ફરી મર્ડર કરી ત્રણ મહિનામાં છૂટી આવશે તમારે ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી ચાકુ બતાવીને ફરિયાદી પપ્પુસિંગ લક્ષ્મણસિંગ રાજપૂત પાસેથી પૈસા માંગતા હતા. ધાક ધમકી આપીને મારમારી તેની પાસેથી 1500 અને કુલ 4200 રૂપિયા બળજબરીથી કઢાવી લઈ જઈ દુકાનમાં તોડફોડ કરી હતી.ભયનો માહોલ ઉભો કર્યો.ઋષિકેષ એપાર્ટમેન્ટ આસપાસ લગભગ 10 જેટલી દુકાનો આવેલી છે. આ દુકારોમાંથી પપ્પુસિંગ અને બસવીરસિંઘે જણાવ્યું હતું કે, ક્યારેક મહિલાઓ દુકાન સંભાળી રહી હોય ત્યારે પણ આ ટપોરીઓ આવીને ધાક ધમકી આપતાં હતાં. 20 હજાર સુધીની માંગણી કરે અને 500 રૂપિયા તો લઈને જ જાય ન આપવામાં આવે તો તોડફોડ કરે અને ધાક ધમકી આપે ચપ્પુ અને તલવાર સાથે આવતાં ઈસમો દુકાનમાંથી સામાન લઈ જાય.સીસીટીવી તોડી નાખ્યા અને ડરાવવાની સાથે આસપાસના તમામ વેપારીઓને હેરાનગતિ કરતાં જેથી સમગ્ર વિસ્તારમાં આ ટપોરીઓએ ભયનો માહોલ પેદા કર્યો હતો.
આરોપીઓના નામ ડિંડોલી પોલીસે વેપારીઓની ફરિયાદ લઈને ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે જેમાં દિનેશ સિરસાઠ રહે ગાયત્રીનગર સોસાયટી નવાગામ ડિંડોલી, સંદિપ મધુકર ગવઈ રહે.નવાગામ ડિંડોલી,સમાધાન શાંતારામ વારૂડે રહે. નવાગામ ડિંડોલી તથા રામુ નથ્થુ પરાતે રહે. ડિંડોલી વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત નવાગામ ડિંડોલી વિસ્તારમાં કરિયાણાના વેપારીઓ સહિતના દુકાનદારોને ધાકધમકી આપીને અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં હતાં.
Advertisement