ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર મુકત શાસન આપવાના વચનો આપનાર ગુજરાતની ભા.જ.પા સરકારે તમામ હદો વટાવી નાંખી છે. દરેક ખાતામાં ટેબલ નીચેથી રૂપિયા આપો તો જ જલ્દી કામ થાય છે તેવી લોકબૂમ ઉઠવા પામી છે. જયારે ખેડૂતોને પણ હેરાનગતિ કરવા સરકારી અધિકારીઓ તમામ હદો વટાવી નાખેચે તેવી કેટલીયે ફરિયાદો છે જયારે હવે ભરૂચના આયકર વિભાગ એટલે કે ઇન્કમટેક્સ ઓફિસના અધિકારીઓ ખેડૂતને હેરાન કરીને રૂપિયાની માંગણી કરી હોવાની વિગતો બહાર આવી છે જેમાં આજે ભરૂચ જીલ્લામાં ઝધડીયા તાલુકાનાં ગામોનાં ખેડૂતોને ઇન્કમટેક્સ માટેની નોટિસો આપી હતી જેમાં ખેડૂતોએ તમામ એકાઉન્ટની માહિતી સહિત ભરૂચ ઇન્કમટેક્સને આપી છતાં વારંવાર નોટિસો આપી હેરાનગતિ કરવામાં આવતા તેમજ હવે તો ખેડૂતોએ ખેડૂત તરીકે પૂરાવા આપ્યા હતા છતાં હવે યેનકેન પ્રકારે હેરાન કરીને રૂપિયા માંગવાનું શરૂ કર્યું છે. જેમાં પણ ભરૂચ ઇન્કમટેક્સ ઓફિસ પર ખેડૂતોને બોલાવી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની લેખિત ફરિયાદ કરતું આવેદનપત્ર આજે ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે ઇન્કમટેકસ ઓફિસના લાંચિયાઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી.જયારે ભરૂચની ઇન્કમટેક્સ ઓફિસમાં ખેડૂતો આ મામલે રજૂઆત કરવા ગયા હતા જ્યાં હાજર ઇન્કમટેક્સ ઓફિસનાં અધિકારી ડૉ.વેદાંશુ ત્રિપાઠીને રજૂઆત કરવામાં આવતા એકાએક ખેડૂતના આક્ષેપોને પગલે ઉશ્કેરાયા હતા ખેડૂતોને ધમકાવીને બહાર નીકળો જેવુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા સાથે મીડિયા કર્મીઓને પણ બહાર નીકળો તેમ કહીને ચેમ્બરમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું. અધિકારી તેમની સત્તાનો દુરઉપયોગ કરતાં નજરે પડ્યા હતા. ખેડૂતો અને કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આવા અધિકારી સામે ખેડૂતો પગલાં ભરે તેવી માંગણી કરતાં હતા.
ભરૂચ આયકર વિભાગનાં અધિકારીઓ ઝધડીયાનાં ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોનાં પૂરાવા માંગી લાંચ પેટે રૂપિયા માંગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેક્ટરને આપ્યું હતું.
Advertisement