ફાસ્ટટેગ નહીં હોય તેવા વાહનો ગોલ્ડન બ્રીજ તરફ વળીયા-SUV વાહનોને પગલે ગોલ્ડન બ્રીજમાં ટ્રાફિકજામની સમસ્યા.
ભરૂચનો જુના સરદાર બ્રીજ પર રેલિંગ તૂટયા અને ખાડો પડવાને પગલે વાહન વ્યવહાર માટે બ્રીજ બંધ કરતાં ફરીવાર નવા સરદાર બ્રીજ અને ગોલ્ડન બ્રીજ ઉપર ચક્કાજામનાં દ્રશ્ય સર્જાયા હતા. વાહનોની લાંબી કતારો લાગી હતી. હાઈવેનુ તંત્ર રવિવારની રજા માણવામાં મસી હતું. જ્યારેે SUV વાહનો ગોલ્ડન બ્રીજ તરફ વળતા ટ્રાફિક જામનાં દ્રશ્ય સર્જાયા હતા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે પર વર્ષ 1977 માં બનેલા જૂના સરદાર બ્રીજ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી ગાબડાં પડવા, રેલિંગો તૂટવાની ધટનાને પગલે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ હતી. એક વખત તો પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.કલામ સાહેબ પણ અંકલેશ્વરનાં એક કાર્યક્રમમાં ભરૂચના ટ્રાફિકજામનો ઉલ્લેખ કર્યો હતો.
જયારે શનિવારે ફરી જુના સરદાર બ્રીજ ઉપર બ્રીજના પ્રથમ ગાળાનાં જોઇન્ટમાં ગાબડું પડી ગયું અને મસમોટો ખાડો પડી જતાં નેશનલ હાઇવે ઓથોરીટીનાં અધિકારીઓએ તાત્કાલિક ધોરણે જુના બ્રીજ ઉપર તમામ વાહન વ્યવહાર બંધ કરાવીને જતાં રહ્યા અને પછી શરૂ થયો ટ્રાફિક જામ શનિવાર અને રવિવારના બે દિવસો દરમ્યાન સરદાર બ્રીજ ઉપરથી પસાર થતાં વાહનોની લાંબી કતારો વડદલા ગામ સુધી પહોંચી ગઈ હતી લગભગ 5 કી.મી લાંબી કતારો હાઇવે ઉપર જોવા મળી હતી. વાહન ચાલકો અને મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાતા મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
જ્યારે સરદાર બ્રીજ ઉપર વાહનોની લાંબી કતારો લાગતાં શનિવાર અને રવિવારે ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે લાંબી કતારો લાગી હતી. કાર ચાલકો ગોલ્ડન બ્રીજ તરફ વળતા અહી પણ ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ હતી જ્યારે એક તરફ સરકારે ફાસ્ટટેગ ના નિયમને પગલે ભલે 15 દિવસની છુટ આપી છતાં લોકો મૂલદ ટોલનાકા પરથી માત્ર 10 થી 20 રૂપિયા બચાવવા ગોલ્ડન બ્રીજ ઉપરથી પસાર થવાનું પસંદ કરતા હતા.
જયારે ભરૂચના ગોલ્ડન બ્રીજ ઉપર હાલનાં SUV વાહનો પસાર થતાં ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી હતી અહીથી SUV વાહનોની સાઈઝ મોટી હોવાથી ગોલ્ડન બ્રીજના પ્રવેશથી લઈ બહાર નીકળતા વખતે બ્રીજ વાહન ચાલકોએ મુશ્કેલી ઊભી થતી હતી ત્યારે હવે બે દિવસથી ટ્રાફિકજામની વધેલી સમસ્યાને નિવારવા પોલીસ ખાતું અને PWD જાગે તે જરૂરી છે.
ભરૂચનાં ગોલ્ડન બ્રીજ અને સરદાર બ્રીજ પર લાંબી વાહનોની કતારો ટ્રાફિક જામ.
Advertisement