સુરત શહેરમાં છેલ્લા 3 મહિનામાં ખટોદરા, ઉધના, સલાબતપુરા, રાંદેર અને ઉમરા પોલીસની હદમાંથી મોબાઇલ સ્નેચીંગ અને રિક્ષામાં પેસેન્જરોના મોબાઇલ તફડાવી ટોળકીના 7 સાગરિતોને ક્રાઇમબ્રાંચના પીએસઆઈ ટી.એ.ગઢવી અને તેના સ્ટાફે ઉધના ત્રણ રસ્તા પાસે રિક્ષામાંથી પકડી પાડી ચોરીના 16 ગુનાઓ ઉકેલી નાખી 132 મોબાઇલ, આઇપેડ અને 13.90 લાખની રોકડ મળી 26.12 લાખનો મુદામાલ કબજે કર્યા છે. અને 16 ગુનાઓ ઉકેલાયા છે. ચોરીના મોબાઇલ ટોળકી ભાગાતળાવ જનતા માર્કેટ પાસે આવેલી મોબાઇલની દુકાનમાં જુનેદ ઉર્ફે ખારક અસ્લમ કાપડીયાને સસ્તામાં વેચી દેતી હતી. જુનેદ કાપડીયા પછી ચોરીના મોબાઇલ જથ્થા બંધમાં બોટાદમાં રહેતા મમુ કાસીમ ઉર્ફે મમુ બોટાદને વેચી દેતો હતો. હાલમાં મમુ કાસીમ ભાગી ગયો છે. જેને શોધવા માટે ક્રાઇમબ્રાંચની ટીમ બોટાદ ગઈ હતી. જો કે મળ્યો ન હતો. ચોરીના 16 ગુનાઓ પૈકી ખટોદરા-9, ઉમરા-4, અને ઉધના,સલાબતપુરા અને રાંદેર પોલીસનો એક-એક ગુનો ઉકેલાયો છે.પકડાયેલા આરોપીઓ અજરૂદીન ઉર્ફે અજર નીઝામ શેખ,સાદીક ઉર્ફે જમ્બુરા સકીલ શેખ,કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ,હાફીસખાન ઉર્ફે બાબા ફિરોઝખાન,ઈરફાન ઉર્ફે પપ્પુ સત્તાર મન્સુરી,ઈમરાન ઉર્ફે લંગડો સત્તાર મન્સુરી, જુનેદ ઉર્ફે ખારક અસ્લમ કાપડીયા પકડાયેલા તમામ આરોપીઓ ભેસ્તાન આવાસમાં રહે છે.
સુરત શહેર માં છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા
Advertisement