Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 11 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા બાપ ની પોલીસે ધપકડ કરી હતી

Share

સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પ્રેમી સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલા ને અગાઉ ના પતિ થકી સંતાન માં 11 વર્ષ ની દીકરી અને એક પુત્ર છે. ગતરોજ મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. તેણી નો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. દરમિયાન પિતા ની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતા એ તેની 11 વર્ષ ની માસુમ દીકરીને પીખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના મોટા દીકરાએ સમગ્ર હકીકત તેની માતા ને કહી હતી. પુત્ર ની વાત સાંભળતા જ માતા ના પગ તળિયે થી જમીન સરકી પડી હત્તી. ઘરે પહોંચે તે પહેલા એ નરાધમ પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદ માં મહિલા તેની પુત્રી ને લઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટના ની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકી ના નિવેદન ના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદ ના આધારે ગણતરી ના કલાક માં જ નરાધમ પિતા ને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે પુત્રી ની સામે તે નાના પુત્ર ને મારતો હતો, જેથી પુત્રી માં ભય નો માહોલ રહે. બાદ માં આ જ વાત નો લાભ ઉઠાવી પિતા દ્વારા પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. બાદ માં જો તેણી કોઈ ને આ વાત ની જાણ કરશે તો તેને પણ ભાઈ ની જેમ માર મારવાની ધમકી આપતો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ આયકર વિભાગનાં અધિકારીઓ ઝધડીયાનાં ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોનાં પૂરાવા માંગી લાંચ પેટે રૂપિયા માંગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેક્ટરને આપ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા લાઇટ વિભાગની ઢીલી કામગીરીથી નગરજનોમાં રોષ, પૂરતા કર્મચારીઓના અભાવે અનેક કમ્પ્લેન પેન્ડિંગ..!!

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!