પાલેજ થી ૩ કી.મી ના અંતરે આવેલા કરજણ તાલુકાના ૧૨ હજારની વસ્તી ધરાવતા વલણ ગામમાં ડેન્ગ્યુને કારણે ઘેર ઘેર ખાટલા જેવી સ્થીતી જોવામાં આવી રહી છે.વલણ ગામની ત્રણ બાળકોની માતાનું ડેન્ગ્યુના પગલે મોત નિપજતા કરજણ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સિંગ તાબડતોડ વલણ દોડી આવ્યા હતાં.કરજણ તાલુકાના વલણ ગામે આરોગ્ય તંત્રની હાલત સાવ ખાડે ગયી છે.જેના કારણે વલણમાં ડેગ્યું નો કહેર મહિનાઓ થી યથાવત જોવાઇ રહ્યો છે તેમજ ડેન્ગ્યુના તાવે વલણમાં અડ્ડો જમાવી દીધો છે એવું કહેવું ખોટું નથી.
વલણ ગામે ડેન્ગ્યુના કારણે રહેમત પાર્ક સાભાઈ કોલોનીમાં રેહતી મહિલા સમીમ બેન વલી ભાઈ રઘડા ઉમર વર્ષ ૩૩ નું મોત નિપજયું છે જેઓ પોતાની પાછર ત્રણ સંતાનો વિલાપ કરતાં છોડી ગયા છે.૩ સંતાનોની માતા ડેગ્યુંનાં કારણે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું છે.ડેન્ગ્યુ ના સૌથી વધુ કેસ કરજણ તાલુકામાં વલણ ગામ નોંધાયા છે છતાં તંત્ર જાગતું નથી અત્યાર સુધીમાં ૫૦ થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે આરોગ્ય વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે ફોગિંગ મશીન દ્વારા ધુમાડા છોડવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે કરજણ તાલુકા સદસ્ય ના સીરાજ ઇખરીયાએ આ અંગે ઉચ્ચ કક્ષાએ ધારાસભ્ય સહિત તંત્રનું ધ્યાન પણ દોર્યું છે વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્રએ આરોગ્યને લગતાં પગલા ઝડપથી જે પ્રમાણે લેવા જોઈએ એ લીધા નથી તેની સામે વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.વલણ ખાતે ડેન્ગ્યુ નો આંકડો ખૂબ મોટો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગત મહિને એક જ કુટુંબ ના ૭ થી ૧૦ લોકો ડેન્ગ્યુમાં સપડાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ૨ મહિના થી ઘેર ઘેર વલણ માં ડેન્ગ્યુ ની બૂમો ઉઠવા પામી છે એવા માં સરકારી તંત્ર ઘેર ઘેર મેડિકલ ટિમ ઉતારી ચેકઅપ હાથ ધરે એવી પણ માંગ ઉઠવા પામી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
1 comment
There are 4 post vacant in Govt. PHC Valan and so many post are vacant in all PHC of Karjan Taluka Health Deptt. There are many garbage points in town, Gram Panchayat don’t clean nd its produces mosquito