સરકાર દ્વારા 2006 થી સરકારી શિક્ષકો નું પેન્શન બંધ કરી દીધું છે અને શિક્ષકોને ચૂંટણીની કામગીરીમાં બી.એલ.ઓ તરીકે નિમણૂક આપી રજા મંજૂર કરી રજા પગાર પણ આપતા નથી આથી શિક્ષકો દ્વારા વર્ષ 2006 થી વિવિધ સ્તરે પેન્શન યોજના ચાલુ કરવા અંગે આંદોલન કરી રહ્યા છે અને અગાઉ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંશાધન વિકાસમંત્રીને પણ આવેદનો આપી ચુક્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી આથી દરેક રાજ્યના બધા શિક્ષકો ભેગા થઈ નવા ઉત્સાહ અને એકજુટતા સાથે ફરીથી આંદોલન પ્રદર્શન કરશે પરંતુ સરકાર શ્રી ના ઉદાસીન વલણના કારણે અ.ભા.પ્રા.શી.સંઘ ને ફરીથી આંદોલન કરવાની ફરજ પડી હોય આંદોલનની રૂપરેખા તૈયાર કરી છે આ આંદોલન 23 નવેમ્બર 2019 થી 27 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે અને આના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તરે દિલ્હી સંસદ ભવન સામે એક અઠવાડિયા સુધી ક્રમિક ઉપવાસ આંદોલન ચાલશે તેવી ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર