Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું.

Share

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના પાકને પણ મોટું નુકસાન થતાં ભાવ ભડકે બળ્યા છે. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ડુંગળીના પાકની આવક પંદર દિવસ બાદ જોવા મળી શકે છે .જોકે તે પહેલા સુરતના બજારમાં ડુંગળીના ભાવ રૂપિયા 100 થી 120 પ્રતિ કિલો પોહચી જતા સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવું મુશ્કેલ બન્યું છે.આગામી ડિસેમ્બર ની પંદરમી તારીખ બાદ મહારાષ્ટ્ર અને નાસિકથી ડુંગળી ની મોટાપ્રમાણમાં આવક શરૂ થશે અને ડુંગળી ભાવોમાં પહેલાની જેમ ઘટાડો થશે તેવો આશાવાદ વેપારી આલમ દ્વારા વ્યક્ત કરાયો છે.
ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદ ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં ડુંગળીનો પાક પણ નિષ્ફળ ગયો છે કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક ઓછો નીકળતા સુરત એપીએમસી માર્કેટમાં પ્રતિદિવસ આવતી ૩૦ થી ૩૫ જેટલી ડુંગળીની ટ્રકોમાં પણ ઘટાડો નોંધાયો છે.હાલની વાત કરીએ તો પ્રતિદિવાસ 10 થી 12 જેટલી જ ડુંગળી ટ્રકો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવી રહી છે.જેની સામે આવક ઓછી છે.તેમાં પણ જુની ડુંગળી અને નવી ડુંગળી ની આવક ઓછી રહેતા ભાવો ભડકે બળ્યા છે.સુરતના બજારમાં હાલ જુનું ડુંગળી પ્રતિકીલો 100 થી 129 રૂપિયા ના ભાવે વેચાઈ રહી છે.જો કે સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશેકલ બની રહ્યું છે.તેની સામે નવી ડુંગળી 60 થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહી છે.જે ડુંગળી ભાગ્યેજ ગ્રાહકો ખરીદી કરતા હોય છે.વરસાદ ની સિઝન હાલ પુરી થઈ ચુકી છે અને વાતાવરણમાં માં ઓન સુધારો આવ્યો છે.જેથી ખેડૂતોએ ડુંગળીનો પાક લેવાનું શરૂ કર્યું છે.આગામી ડિસેમ્બર ના પંદર દિવસ બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ડુંગળી ના પાકની મોટી આવક સુરત એપીએમસી માર્કેટ આવે તેવો આશાવાદ વેપારી આલમ સેવી બેઠા છે.જેથી પહેલાની જેમ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ફરી સસ્તા  ભાવે મળી શકશે…પરંતુ હાલ પંદર દિવસ સુધી ડુંગળીના ભાવો માં કોઈ ઘટાડો થાય તેવા કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસર ખાતે વહેલી સવારથી DGVCL ની ટીમોનાં દરોડા, પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું વીજ કનેકશનોનું ચેકીંગ…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું : સુવા ગામના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!