ડેડીયાપાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીનું સ્કૂલના ગેટ પાસેથી જ અપહરણ બાદ બળાત્કાર થતા ચકચાર ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી યુવતી તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ પરીક્ષા માટે ઘરેથી નીકળી દેડીયાપાડા ખાતે સ્કૂલે જતી હતી તે સમયે અપહરણ થયું જાનથી મારી નાખવાની ધમકી આપી મોટર સાયકલ ઉપર જબરજસ્તી બેસાડી લઇને ઝરવાણી ગામે લઇ જઇ ગોંધી રાખી વારંવાર બળાત્કાર કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપડાની એક હાઈસ્કૂલ માં ધોરણ 12 માં અભ્યાસ કરતી નજીકના નાનકડા ગામની યુવતી ગત તારીખ 23 ઓક્ટોબરે પોતાના ઘરેથી સ્કૂલમાં પરીક્ષા આપવા નીકળી હતી એ દરમિયાન સ્કૂલના ગેટ પાસે પ્રતાપ શનાભાઈ વસાવા નામના યુવાને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી મોટર સાયકલ ઉપર જબરજસ્તી બેસાડી લઇને ઝરવાણી ગામે લઇ જઇ પોતાના સંબંધીઓના ઘરમાં ગોંધી રાખી યુવતીની મરજી વિરુધ્ધ અવાર નવાર બળાત્કાર કર્યો જ્યારે યુવકના પરિવારજનો પૈકી ધર્મિઠાબેેન શનાભાઈ વસાવા,શનાભાઈ દલાભાઈ વસાવા,દલાભાઈ સોમાભાઈ વસાવા અને અમીતાબેન શૈલેષભાઈ વસાવા પ્રતાપ પાસે ઝરવાણી ગામે આવી તેને તેમ કરવા માટે મદદ કરી ત્યાર બાદ ત્યાંથી શના વસાવા ના ખેતરે આવેલા ઘરે લાવી ગોંધી રાખી ત્યાં પણ પ્રતાપે મરજી વિરુધ્ધ વારંવાર બળાત્કાર કરી ગુનો કરતા આ બાબતે ભોગ બનનાર યુવતી એ હવસખોર પ્રતાપ અને તેને મદદ કરનાર મળી કુલ 5 વિરુદ્ધ ફરીયાદ આપતા પોલીસે અપહરણ, બળાત્કાર સહિત નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી