અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે યોજાયેલા સમારોહમાં ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ રીડર શાખામાં ફરજ બજાવતાં આરીફ અહમદ પટેલ રહે. દહેગામ તા.જી. ભરૂચનાઓને પ્રશંસનીય સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જીલ્લાના કાર્યદક્ષ પોલીસ કર્મચારીને મળેલા આ સન્માનથી શહેર પોલીસ બેડામાં ગૌરવની લાગણી ફેલાઇ જવા પામી હતી.માન.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી.અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્નવેન્શન હોલમાં યોજાયેલા સમારોહમાં વર્ષ 2014 થી 2019 દરમિયાન ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ નિમિતે જાહેર થયેલા વિશિષ્ટ સેવા માટેના પોલીસ મેડલ્સ મુખ્યમંત્રી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાત પોલીસ દળના 168 પોલીસ કર્મીઓ-અધિકારીઓને પોલીસ મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ પોલીસ સેવા પદકથી સન્માનિત ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ રીડર શાખામાં ફરજ બજાવતાં આરીફ અહમદ પટેલ રહે. દહેગામ તા.જી. ભરૂચનાઓને પોલીસ મેડલ્સ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, રાજય પોલીસ વડા શિવાનંદ ઝા તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારી અને મેડલ પ્રાપ્ત કરનાર પોલીસ અધિકારી-કર્મચારી તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચનાઓને પ્રશંસનીય સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Advertisement