સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરી માંથી છૂટા કરાયેલ સ્થાનિક આદિવાસીઓ એ જિલ્લા કલેકટર ને આવેદન આપ્યું માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચાંરી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંના સ્થાનિક લોકો ના પ્રશ્નો બાબતે હંમેશા વિવાદ માં રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી મળશે તેવો સરકારનો દાવો હતો ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ પણ સ્ટેચ્યુ બનવાથી સ્થાનિકો રોજગારી મેળવી સ્વરોજગારી મેળવી પગભર થશે તેમ વાત કરી હતી.સરકારના આ દાવાઓ જાણે ખોટા સાબિત થઈ રહ્યા હોય તેમ હાલ સ્થાનિકોને નોકરીમાંથી છુટા કરાયા હોવાની વાત સામે આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટીકીટ બારી ઉપર કામ કરતા કેટલાક સ્થાનિક આદિવાસી યુવાનો અને યુવતીઓને એજન્સી બદલાતા નોકરીમાંથી રાતોરાત છૂટા કરી દેવાતા આદિવાસી યુવા શક્તિ દ્વારા આજે નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપી રજુઆત કરી હતી ઉપરાંત તેમનિસાથે અન્યાય થતો હોય જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.આવેદન માં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એજન્સીઓ ઉપર કોઈનું પણ નિયંત્રણ નથી અને પગારમાં ભેદભાવ પણ રાખવામાં આવે છે ઉપરાંત કોઈપણ જાતની નોટિસ આપ્યાવિના નોકરીમાંથી છુટા કરી રોજગારી છીનવી લેવાય છે જેથી આદિવાસી કર્મચારીઓના સચોટ માર્ગદર્શન અને સમસ્યાઓ ના નિવારણ માટે સ્ટેચ્યુ ખાતે એસ.ટી. સેલ સમિતિની રચના કરવા માંગ કરી છે સ્થાનિકો જણાવે છે કે આ પ્રોજેક્ટોમાં આમે કાયમી જમીનો ગુમાવી છે તો અમને કાયમી નોકરી કેમ ન મળી શકે ???? તેવા ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.
ઉપરાંત નોકરીમાંથી છૂટાં કરાયેલ આદિવાસીઓ દ્વારા આસિસ્ટન્ટ કમિશનર દુબે દ્વારા તડવી જાતિનું અપમાન કર્યું હોવાની પણ વાત કરી હતી અને તેનો યોગ્ય જવાબ ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ બાબતે કલેકટર મનોજ કોઠારીએ તેઓને જેતે અધિકારી સાથે વાત કરી તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી