નર્મદા જિલ્લામાં જીતનગર એન.સી.સી. લીડરશીપ એકેડમી દ્વારા તા. ૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૯ સુધી ચાલનારા રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ તા. ૨૯ મી એ એડીશનલ ડાયરેકટર જનરલ મેજર જનરલ રોય જોસેફ ટ્રેકીંગ કેમ્પની પ્રથમ બેચને ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવશે. દેશભરના વિવિધ રાજયોમાંથી NCCના અંદાજે ૧૦૦૦ જેટલા છાત્રો ભાગ લેશે: બે તબકકામાં ચાર બેચમાં ટ્રેકીંગ યોજાશે: રાજપીપલા જીતનગરમાં NCC કેડેટસની પ્રથમ બેચનું આગમન રાજપીપલા, નર્મદા જિલ્લા રાજપીપલા એન.સી.સી. લીડરશીપ એકેડમી-જીતનગર અને એન.સી.સી. મુખ્યાલય-વડોદરા ગૃપના ઉપક્રમે તા. ૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૯ સુધી એન.સી.સી.-સિનીયર અને જુનીયર ડિવીઝનના કેડેટસ માટે રાષ્ટ્રીયકક્ષાની સરદાર પટેલ નર્મદા ટ્રેકીંગ કેમ્પ-૨૦૧૯ ના કરાયેલા આયોજન અનવ્યે દેશભરના જુદા જુદા રાજયોમાંથી ભાગ લેનાર એન.સી.સી.ના અંદાજે ૧૦૦૦ જેટલા કેડેટસ પૈકી ગુજરાત, મધ્યપ્રદેશ, છતીસગઢ અને દિલ્હીની પ્રથમ બેચનું આજે તા. ૨૭ મી નવેમ્બર, ૨૦૧૯ ના રોજ રાજપીપલામાં જીતનગર ખાતે આગમન થયું છે.
રાજપીપલા એન.સી.સી. લીડરશીપ એકેડમી-જીતનગરના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ કર્નલ દેવન ભારદ્વાજ તરફથી ઉકત ટ્રેકીગ કેમ્પ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ૫૬ કિ.મી. નો આ ટ્રેકીંગ કેમ્પ ગુજરાત, દાદરા અને નગરહવેલી, દીવ અને દમણ, અમદાવાદ દ્વારા એન.સી.સી. ગૃપ હેડકવાર્ટર વડોદરાની દોરવણી હેઠળ યોજાશે. અને તા. ૨૯ મી નવેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારે એન.સી.સી. એડીશનલ ડાયરેકટર જનરલ મેજર જનરલ રોય જોસેફ ટ્રેકીંગ કેમ્પની બેચને ફલેગ ઓફ કરી ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાવશે. આ પ્રકારની ઐતિહાસિક અને સાહસિક પ્રચલિત ટ્રેકીંગ કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને જીવનમાં એકવાર તક મળ્યા બાદ એન.સી.સી. કેડેટસ તેની આતુરતાથી રાહ જોતા હોય છે.
રાજપીપલામાં જીતનગર એન.સી.સી. એકેડમી ખાતે યોજાનારો આ ટ્રેકીંગ કેમ્પ બે તબકકામાં એટલે તા. ૨૭ મી નવેમ્બરથી તા. ૪ થી ડિસેમ્બર દરમિયાન પ્રથમ અને તા. ૪ થી ડિસેમ્બરથી તા. ૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૯ દ્રિતીય ટ્રેક યોજાશે. દરેક ટ્રેકમાં ૫૦૦ છાત્રો જોડાશે અને પ્રત્યેક ટ્રેકમાં ૨૫૦ છાત્રોની બે બેચ હશે, તેવી જાણકારી આપતાં કર્નલ દેવન ભારદ્વાજ ઉમેર્યુ હતું કે, રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરી તેને વધુ બવળત્તર બનાવવાની સાથોસાથ એન.સી.સી.ના સમગ્ર દેશભરના ૧૭ જેટલા ડાયરેકટોરેટ વિસ્તારમાંથી ભાગ લેનાર છાત્રોમાં સાહસ, જંગલોની જાણકારી, પર્યાવરણની ભાવના અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત થવાનો હેતુ આ કેમ્પનો રહેલો છે.
આ કાર્યક્રમ દરમિયાન જીતનગરના બેઝ કેમ્પથી ટ્રેકીંગની શરૂઆત કરાશે અને ૨૦ કિલોમીટર દૂર શુલપાણેશ્વર વન્યપ્રાણી અભ્યારણમાં સાતપુડાની પર્વતમાળાઓ વચ્ચે જયાં કેડેટસને જંગલમાં એક રાત વિતાવવાની વાસ્તવિક અનુભૂતિ થશે અને ત્યાં પહોંચશે કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારોની આજુબાજુના કુદરતી વસવાટ વચ્ચે કેડેટસ બીજા દિવસે કરજણ બેકવોટર્સના વોટરફ્રન્ટ સાથે બેઝ કેમ્પ તરફ પાછા ફરશે. ત્યારબાદ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ અને વેલી ઓફ ફલાવર્સની મુલાકાત લેતાં પહેલાં કેડેટસ આગળ કરજણ ડેમ તરફ અને આજુબાજુ ટ્રેકીંગ કરશે તેવી જાણકારી પણ કર્નલ દેવન ભારદ્વાજે આપી હતી.
રાજપીપલા. આરીફ જી કુરેશી