તારીખ 26-11-2019 ના રોજ મુંબઇ બોંબ બ્લાસ્ટની 11 મી વરસીના દિવસે શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે શ્રદ્ધાસુમન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સંકુલ ના બાળકોએ પોતાની વિવિધ કૃતિઓ અને વક્તા ની રજૂઆત કરેલ તેમજ સમાજ પોલીસ નું મહત્વ અને ભારતીય સેના વિશે ની માહિતી આપી બાળકોને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા સંસ્કારોની વાતો કરેલ તેમજ વિસાવદર પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી અનીલ જમોડ અને રાહુલ ઝીંઝુવા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પોલીસ નું મહત્વ તેમજ પોલીસની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા અને હંમેશા વિસાવદર ની જનતા શાંતિ અને સુરક્ષિત રીતે રહી શકે એ માટે વિસાવદર પોલીસ સ્ટેશન સ્ટાફ હંમેશા તત્પર રહેશે જ એવી લાગણી વ્યક્ત કરેલ તેમજ આવા રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલ કાર્યક્રમો આયોજન માટે સંસ્થાનો સમગ્ર ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમજ ગુજરાત પોલીસમાં કારકિર્દી માટે ની તૈયારી કરી દેશની સેવા ના કાર્યોમાં આગળ આવવા આહવાન આપેલ શાળા ના પ્રિન્સિપલ પ્રફુલ વાડદોરીયા એ મુંબઈ બોમ્બ ધડાકામાં શહીદોને પોતાને શ્રદ્ધાંજલી આપી અને વીર જવાનોની શહાદત ને યાદ કરી ભારતના સીમાડાઓ જેના થકી સુરક્ષિત છે એવા જવાનોને માતૃભૂમિના સાચા સપૂત તરીકે ઓળખાવ્યા હતા. વિસાવદર શિક્ષણ જગત અગ્રણી શ્રી કાકુભાઈ પરમારે આ કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ વિસાવદર અગ્રણી પત્રકાર મિત્રો આ કાર્યક્રમને બાળકોમાં એક શ્રેષ્ઠ રાષ્ટ્રભક્તિના સંસ્કારોના નિરૂપણ માટે સંસ્થા ના પ્રયોગોને બિરદાવ્યા હતા.વિસાવદર શિક્ષણ જગત અગ્રણી શ્રી કાકુભાઈ પરમારે આ કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ વિસાવદર અગ્રણી પત્રકાર મિત્રો આ કાર્યક્રમને બાળકોમાં એક શ્રેષ્ઠ રાષ્ટ્રભક્તિના સંસ્કારોના નિરૂપણ માટે સંસ્થા ના પ્રયોગોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન માટે વી જી નાકરાણી એ માર્ગદર્શન આપેલ હતું.અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમની સફળતા ભજન મેનેજિંગ ટ્રસ્ટી ઠેસિયા સરે શાળા સ્ટાફ ભાઈઓ-બહેનોને રસ્તો વતી અભિનંદન આપ્યા હતા.આ તકે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશ છતાંણી એ કરેલ હતું.
કૌશિકપરી ગોસ્વામી
વિસાવદર