સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક મહિનાથી ચાલીસ હજાર પ્રતિ ગ્રામ સોનાનો ભાવ થતા લોકોએ સોનાની ખરીદી ઉપર બ્રેક લગાવી દીધી હતી. પરંતુ હવે સોનાના ભાવમાં ઘટાડો થતા અને લગ્નસરાની મોસમ અને એન.આર.આઇ.ની સીઝન હોવાના કારણે લોકો સોનાની ખરીદી કરવા નીકળ્યા છે. ગોલ્ડ જવેલરી સાથે સંકળાયેલા વેપારીઓ મુજબ ગયા વર્ષ કરતા આ વર્ષે ૩૦ ટકા વધુ વેપાર જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ટ્રેડ વોરના કારણે સોનાનો ભાવ ભારતમાં ૪૦ હજાર ઉપર આવી ગયો હતો. જેથી ત્રણ મહિના સુધી લોકોએ જવેલરી શોપમાં પગ પણ મૂક્યો નહોતો પરંતુ સોનાનો ભાવ ત્રણ મહિના પછી 40 હજાર રૂપિયાથી ઘટીને આશરે 35 હજાર પ્રતિ10 ગ્રામ પર પહોંચી ગયો છે. જેના કારણે લોકો હવે સોનુ ખરીદવા બજારમાં આવી રહ્યા છે. જેની પાછળ મુખ્ય કારણ એ છે કે હાલ લગ્નની સિઝન અને એન.આર.આઈના દેશમાં આવી લગ્ન કરવાની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. ગોલ્ડ જ્વેલરીના ઉદ્યોગ સાથે સંકળાયેલા મિલન ભાઈએ જણાવ્યુ હતુ કે આ વખતે લગ્નોની સંખ્યા વધારે હોવાના કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 30 ટકાથી વધુ વેપાર વધ્યો છે .લોકો ગોલ્ડની સાથે પ્લેટિનમ રિયલ ડાયમંડની જ્વેલરી ખરીદવામાં પણ રસ બતાવી રહ્યા છે. ગોલ્ડના ભાવમાં વધારો થવાના કારણે મેકિંગ ચાર્જીસમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
હાલ 35 હજાર પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ પણ વધારે છે તેમ છતાં ઘરમાં લગ્ન હોવાના કારણે લોકો કોમ્પ્રમાઇસ કરી ગોલ્ડ જવેલરી ખરીદી રહ્યા છે. પ્રોફેશનલ ઈવેન્ટ ઓર્ગેનાઇઝ કરનાર વિધિના લગ્ન ફેબ્રુઆરી માસમાં છે અને તે પોતાના લગ્નમાં સૌથી સુંદર દેખાવા માટે જવેલરી શોપમાં ખરીદી કરવા આવી છે તેને જણાવ્યુ હતુ કે હાલ ગોલ્ડ જ્વેલરીના ભાવ વધારે છે તેમ છતાં લગ્ન હોવાના કારણે સેવિંગ કર્યું છે તેને લઇ જવેલરી ખરીદી રહી છે. જ્યારે બીબીએ ની વિદ્યાર્થીની કૃપાએ જણાવ્યુ હતુ કે તેના લગ્ન પણ ફેબ્રુઆરી માસમાં છે પરંતુ લગ્ન હોવાના કારણે તેઓ ખુબ જ સરસ ડિઝાઇનની જવેલરી પહેરવા માંગે છે જેથી સોનાનો ભાવ ન જોતા તેને જવેલરી ખરીદી છે. છેલ્લા ત્રણ મહિનાથી જે બજારમાં મંદી હતી તેમાં લગ્નસરાની સિઝન આવતા ચમક આવી ગઇ છે ગોલ્ડ જવેલરી સાથે સંકળાયેલા વેપારીઓ ને આશા છે કે આવનારા દિવસોમાં પણ આવી રોનક બજારમાં રહેશે.
સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Advertisement