= અન્ડર પાસ માટે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ આપી લીલી ઝંડી…
= ખરોડ ચોકડી વિસ્તારમાં ધણા ગમખ્વાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે…
= નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવાયા નહતા…
અંકલેશ્વર હાઇવે પર આવેલ ખરોડ ચોકડી બાબતે રાજ્ય સભા સાંસદ અહેમદ પટેલે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી હતી જેનો સાનુકૂળ
પ્રતિસાદ આપતા નિતિન ગડકરીએ ખરોડ ચોકડી પર અંદર પાસની મંજૂરી આપી દીધી છે.
દેશનો સૌથી વધુ વ્યસ્ત એવો નેશનલ હાઇવે નંબર આઠ છે. અંકલેશ્વર પાનોલી ઔધોગિક વસાહતોના કારણે આ વિસ્તારમાં 24 કલાક ભારેથી
અતિભારે વાહનોથી અવિરત ધમધમતો રહે છે. એમાં પણ અંકલેશ્વર-પાનોલી વચ્ચે ખરોડ ચોકડી વિસ્તાર સૌથી વધુ એકસીડન્ટ સર્જે છે અને કેટલાયે
જીવલેણ અકસ્માતો પણ આ જ ચોકડી પર નોંધાયા છે.
આ અંગે સ્થાનિક રહીશોથી લઈને આગેવાનોએ પણ અનેકવાર નેશનલ હાઇવે ઓથોરિટીને ખરોડ ચોકડી વિસ્તાર માટે રજૂઆત કરી હતી. તેમ છતાં
પણ નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ બાબતે કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા ણ હતા. છેવટે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ઓલ ઈન્ડિયા
કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અહેમદભાઇ પટેલને તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી જેના સંદર્ભે અહેમદભાઇ પટેલે કેન્દ્રિય
પરિવહન મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને તાત્કાલિક ખરોડ ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બને એવિ માંગ કરી હતી.
અહેમદભાઇ પટેલે પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ હતું કે જૂન 2018 ના બજેટમાં નેશનલ હાઇવે નંબર 8 પર એકસીડન્ટ ઝોન હોય એવ વિસ્તારોમાં
બનાવવા માટે અને ખાસ તો ખરોડ ચોકડી વિસ્તારમાં નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેમ છતાં પણ એ દિશામાં હજુ સુધી કોઈ કામગીરી થઈ ન
હતી.
અહેમદભાઇ પટેલના પત્રના અનુસંધાનમાં 22 નવેમ્બરે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ તાત્કાલિક અસરથી પગલાં લઈ બને એટલી વહેલી તકે
ખરોડ ચોકડી પર અન્ડર પાસ બને એ માટે મંત્રાલયને અને અધિકારીઓને જણાવી દીધું છે. આ પત્રની નકલ પણ તેમણે અહેમદ પટેલને મોકલી
આપી છે.
નોંધનીય છે કે, ખરોડ ગામ હાઈવેની લગોલગ ગામ છે. આજ ગામમાં સ્કૂલ, અંકલેશ્વર પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા, વોકેશનલ
ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યુટ, કોલેજ, હોસ્પિટલ, ઉધોગોમાં નોકરી પર જતાં કામદારો અને રોજના સેંકડો વિધાર્થીઓ તેમજ મુસાફરો નિયમિત રીતે ખરોડ
ચોકડીનો જ ઉપયોગ કરે છે. આથી અકસ્માતની સંભાવના પણ વધી ગઈ છે. વળી નેશનલ હાઇવે પરની આ ચોકડી હોવાથી અમદાવાદથી મુંબઈ કે
મુંબઈથી અમદાવાદ જતાં કારથી લઈને ટ્રક, ટેન્કર, કન્ટેનર્સ જેવા ભારે વાહનો પણ બેફામ ઝડપે હંકારે છે. જેને લઈને સૌથી વધુ અકસ્માતો ખરોડ
ચોકડી પર સર્જાઈ રહ્યા છે. તમામ સંસ્થાઓની વારંવારની રજૂઆત બાદ પણ ગુજરાત સરકાર, એનએચઆઇ કે કેન્દ્ર સરકાર આ ગંભીર ધટનાની નોંધ
લેતી ન હતી. જોકે અહેમદ પટેલની રજૂઆત બાદ ખરોડ ચોકડી પર અન્ડરપાસની મંજૂરી મળી છે. જેનાથી લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.
અંકલેશ્વરની ખરોડ ચોકડી માટે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની રજૂઆતને મંજૂરી.
Advertisement