ને.હાઇવે નંબર ૪૮ પર પાલેજ – કરજણ વચ્ચે આવેલા લાકોદરા ગામ નજીક ગતરાત્રીના વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે રૂપિયા નવલાખ ઉપરાંતના શંકાસ્પદ ભુરા કેરોસીન ભરેલા ટેન્કર સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી ને બાતમી મળી હતી કે એક ટેન્કર નંબર એમ એચ – ૦૪ – એચ ડી – ૫૦૮૮ માં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ ભરી સુરત તરફ જઇ રહ્યું છે. મળેલી બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફના માણસો વોચમાં ઉભા હતા દરમિયાન બાતમીવાળુ ટેન્કર કરજણના લાકોદરા ગામ પાસે આવી પહોંચતા તેને રોકી ટેન્કરની તલાશી લેતા શંકાસ્પદ પ્રવાહી જણાઇ આવતા ટેન્કરના ચાલકને શંકાસ્પદ પ્રવાહી વિશે પુછતા કોઇ સંતોષકારક ઉત્તર ન મળતા અને બે અલગ અલગ બીલો રજુ કરતા શંકાસ્પદ જણાઇ આવતા ટેન્કરમાંથી કુલ ૨૪,૦૦૦ લીટરનું ભુરુ કેરોસીન કિંમત રૂપિયા ૯,૬૦,૦૦૦ ટેન્કર કિંમત રૂપિયા દસલાખ તથા મોબાઇલ, રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૨૦,૦૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અરવિંદકુમાર શામલાલ પટેલ હાલ રહે. મુંબઇ મુળ રહે. નાથુપુર યુ પી તેમજ ગૌતમ હરિભાઇ આલગીયા રહે. સુરત નાઓની ધરપકડ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. પોલીસે શંકાસ્પદ કેરોસીન ના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતા ગેરકાયદેસર ચીજવસ્તુઓના વેપલો ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા ગ્રામ્ય એલ.સી.બી એ શંકાસ્પદ ભુરા કેરોસીન ભરેલા ટેન્કર સાથે બે ઈસમને ઝડપી પાડયા.
Advertisement