જંબુસર નવયુગ વિદ્યાલય તથા ભરુચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળના પ્રમુખના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ તથા વાલી મિટિંગ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.
સ્વર્ગવાસ મગનભાઇ બી. સોલંકીના પનોતા પુત્ર મહેશભાઇ સોલંકીના જન્મદિન નિમિત્તે જનસેવા એજ પ્રભુસેવા તથા રક્તદાન કરીને કોઈકના બુઝાતા જીવન દીપને નવજીવન આપવાના હેતુથી નવયુગ વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન તથા વાલીમિટિંગ, તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ જંબુસર નગરના અગ્રણી પ્રવીણભાઈ દુબેની આદ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો તથા શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરાયું. શાળાના બાળકો દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ થકી સૌના દિલ જીતી લીધા હતા. માર્ચ-2019 માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય આવેલ વિધાર્થીનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું અને વાલી મિટિંગ તથા પ્રથમ પરિક્ષાની ઉત્તરવહીનું નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
શાળાની પ્રવૃતિ, શિક્ષણ, શિસ્તને લઈ ઉપસ્થિતો પ્રભાવિત થયા હતા. શાળાની પ્રગતિ અને શાળાના આચાર્ય, શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. શાળા પરિવાર ટીમવર્કથી કામ કરીને રોજબરોજ પ્રગતિ કરતાં રહે તેની શુભેચ્છા પાઠવી હતી. જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન દુબે દ્વારા શાળાને સ્માર્ટ ક્લાસ બનાવવા ચાર લાખ રૂપિયા આપવા અંગે હૈયાધારણ આપી હતી.
બાળકોની ઉત્તરવહી મૂલ્યાંકન કરવાથી વાલીઓને ખબર પડે કે પોતાનું બાળકે કેટલી પ્રગતિ કરી છે અને અભ્યાસમાં આગળ વધે તેવું આયોજન કરી શકાય. પ્રતિવર્ષ બાળકો અને વાલીઓ તરફથી ફિડબેક લેવામાં આવે છે. તેને ધ્યાને લઈ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે તેમ આચાર્યએ જણાવ્યુ હતું.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબે, શાળા પ્રમુખ મહેશભાઇ સોલંકી, ઉપપ્રમુખ જયદીપસિંહ ચાવડા, ડો.તુષાર પટેલ, સહિત વાલીઓ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર : નવયુગ વિદ્યાલય પ્રમુખના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ.
Advertisement