લીંબડી કેળવણી મંડળ સંચાલિત 7 હાઈસ્કૂલ આવે છે તમામ સ્કૂલોમા આશરે સાડા ત્રણ કરોડના ખર્ચે ભૌતિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરાયું છે તેમજ વિદ્યાર્થીનીઓના અભ્યાસ અર્થે અને ભાવી ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું.
સુરેન્દ્રનગર જિલ્લામાં બહોળું મંડળ હોય તો તે લીંબડી કેળવણી મંડળ જેમાં શાળાઓ , કોલેજ આઈટીઆઈ અને બાલમંદિરનુ પણ ખુબ સારી રીતે સંચાલન કરે છે ત્યારે આવનારા સમયમાં વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ઉજળું બને તેમજ દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી વિદ્યાર્થીનીઓ અને વાલીઓનું સંમેલન એન.એમ.હાઈસ્કુલ દ્વારા સર.જે હાઈસ્કૂલમા યોજાયુ હતું ત્યારે આ મંડળ સંચાલિત તમામ સ્કૂલોને સારી એવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આશરે સાડા ત્રણ કરોડના ખર્ચે ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ આ મંડળે અત્યારે સુધીમાં સાડા ત્રણ હજાર વાલીઓનો સંપર્ક કરી તેમજ અત્યાર સુધી યોજાય ગયેલ વાલી સંમેલન માં વાલીઓ પોતાના સંતાન માટે શું શું કરી શકે તે બાબતે પ્રકાશભાઈ સોની દ્વારા વાલીઓને સુચન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં રામ કૃષ્ણ મિશનના પ્રફુલ સ્વામી અધ્યક્ષ સ્થાને, લીંબડી કેળવણી મંડળના સેક્રેટરી પ્રકાશભાઈ સોની, આ શાળાના આચાર્ય સંદિપભાઈ પટેલ, લીંબડી કોલેજના પ્રોફેસર સીબી જાડેજા , મનુભાઈ જોગરાણા અને આજ શાળાના શિક્ષક વાજા સાહેબ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા એન એમ હાઈસ્કૂલ ના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર