કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલા મોટા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ મહત્વની જાહેરાતના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ છે.જોકે કમોસમી વરસાદના કારણે પશુપાલકોને થયેલ નુકશાન અંગે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે કરી છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાકને થતું નુકશાન થયું હતું જેમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીના પાકને નુકસાન થતા ખેડૂતોએ માથે હાથ દઇ રોવાનો વારો આવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા અગાઉ ૭૦૦ કરોડના રાહત પેકેજ ની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને ખેડૂતોમાં ક્યાંક અસંતોષની લાગણી પણ જોવા મળી હતી. આ અંગે ખેડૂત સમાજે વિમાન પાક વગરના ખેડૂતોને પણ સહાય મળી રહે તેવા પ્રયાસ સાથે લડત ચલાવી હતી આખરે ગુજરાતના ખેડુતોની મહેનત રંગ લાવી છે અને રાજ્ય સરકારે કુલ 3795 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના મહત્વના નિર્ણય બાદ ગુજરાતના કુલ ૫૭ લાખ જેટલા ખેડૂતોને મોટી રાહત મળવાની છે જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગર અને શેરડીના પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને પણ મોટી સહાય મળી રહેશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે અને સરકારના નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. જો કે કમોસમી વરસાદના કારણે પશુપાલકો પર અસર થઈ છે. જેને લઈ પ્રતિદિવસ રૂપિયા દસ કરોડની ખોટ ગુજરાતના ખેડૂતોને થઈ રહ્યું છે.ત્યારે 35 લાખ જેટલી મહિલાઓ માટે પણ રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે કરી છે.
કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલા મોટા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માં ખુશી વ્યાપી હતી
Advertisement