ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક બંધ કંપનીમાં 20 થી 25 જેટલા અજાણ્યા ધાડપાડુઓ બંધ કંપનીમાં ઘૂસી જઈ સિક્યુરિટીના માણસોને બંધક બનાવી લૂંટ ચલાવવાના પ્રકરણમાં એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે એક ટેમ્પા સાથે લૂંટનો માલ સગેવગે કરવાની કરવાની ફિરાકમાં ફરતા પાંચ આરોપીઓને માંગરોળ તાલુકાનાં સાવા પાટીયા નજીકથી ઝડપી પાડી પોલીસે 11.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ આરોપીઓએ કોસંબા, તાતીથૈયા, જોળવા જેવા વિસ્તારમાં બંધ કંપનીઓમાં લૂંટ તથા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.આ અંગે બારડોલી ડીવાયએસપી રૂપલ સોલંકીના જણાવ્યા અનુસાર હાલમાં સુરત જીલ્લામાં ધાડ તેમજ લૂંટના ગંભીર ગુના બન્યા હોય જિલ્લા એલસીબી પી.આઈ બી.કે.ખાંચર તથા પોલીસ સ્ટાફના માણસો આ બાબતે અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સેલ તેમજ બાતમીદારોના માધ્યમથી તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન એલસીબી ખાતાના એ.એસ.આઈ મુકેશભાઈ, પો.કો અનિલભાઈ તથા કેતનભાઈ મનુભાઈ નાઓને બાતમી મળી હતી કે ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામે બંધ કંપનીમાં 20 થી 25 અજાણ્યા ધાડપાડુઓએ કંપનીમાં ઘૂસી જઈ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી એક મહેન્દ્રા ઝીનોન પીક અપ નંબર જીજે-26-ટી-3257માં લૂંટનો મુદ્દામાલ ભરી ગયા હતા. આ આરોપીઓ મુદ્દામાલ ભરી કીમ તરફથી મુંબઈ અમદાવાદ ને.હા-48 થઈ અંકલેશ્વર તરફ જવાના છે. જે બાતમીના આધારે માંગરોળ તાલુકાનાં સાવા પાટીયા નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબના ઇસમો આવતા હાઇવે ઉપરથી પીકઅપમાં હાજર પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછતાછ કરતાં તેમણે લૂંટના ગુનાની કબૂલાત કરી હતી જેમાં આ ધાડપાડુઓએ ભરુચના હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામે થયેલી લૂંટના ગુનાની કબૂલાત કરી હતી. અને તેમની પાસેથી ટેમ્પામાં આ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુ પૂછતાછ દરમ્યાન લુટારુઓએ 15 દિવસ અગાઉ માંગરોળ તાલુકાનાં કીમ નવાપરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં વોચમેનને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત તેમણે તાતીથૈયા તેમજ જોળવા વિસ્તારમાં બંધ ફેક્ટરીમાં લૂટ અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેમની પાસેથી ફેક્ટરીના અલ્યુમિનિયમના સ્પેરપાર્ટસ, કોપરના કેબલ વાયરો સહિત ધાતુનું ભંગાર પણ કબ્જે લીધું હતું. આ આરોપી લૂંટનો સામાન જોળવાના નારાયણ ઉર્ફે લચ્છુ રામદિન રાઠોડને વેચતા હોય પોલીસે તેમની પણ ધરપકડ કરી અન્ય વોંટેડ આરોપીની તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લા નાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક કંપનીમાં લૂંટ ચલાવવના પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ
Advertisement