Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રિંગરોડ ખાતે મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

સુરત રિંગરોડ ખાતે મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરવિભાગની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આશરે 45 મિનિટની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતના કાપડના હબ તરીકે ઓળખાતા રિંગરોડ વિસ્તારમાં આવેલ મિલેનિયમ-2 નામની માર્કેટમાં ચોથા માળે આવેલી સાડીની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં આવેલા એસીના કોમ્પ્રેસરમાં સ્પાર્ક થયા બાદ એલીવેશનમાં આગ લાગી હતી.એલીવેશનમાં આગ ઝડપથી ફેલાતા આગના ધૂમાડા ફેલાય ગયા હતા. આગની જાણ થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામા આવતાં ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયર વિભાગ સમયસર પહોંચતા આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોતી. શોપમાં મુકવામાં આવેલી સાડીઓ બળી ને ખાખ થઈ ગઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અરજીઓ આમંત્રિત કરાઈ.

ProudOfGujarat

લીંબડીના રોજાસર અને ફુલવાડી વચ્ચે અકસ્માત સર્જાતા દંપતી ઇજાગ્રસ્ત

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની ગ્રામપંચાયતોના પેટાચુટણીના પરિણામો જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!