Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર રોંગસાઇડે જતા વાહનોની સમસ્યા રોંગસાઇડે જતા વાહનો અકસ્માતો સર્જતા હોવ‍ાની ચર્ચા.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વરથી રાજપીપલાના ધોરીમાર્ગ પર દોડતા વાહનોની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.અસંખ્ય વાહનોની અવરજવરથી ચોવીસ કલાક જીવંત રહેતા આ માર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાય છે.ઘણીવાર આ અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ જિલ્લામાં આગળ પડતા સ્થાને ગણાય છે.ત્યારે તાલુકામાંથી પસાર થતાં આ મહત્વના ધોરીમાર્ગ પર દિવસે દિવસે વધી રહેલા અકસ્માતોથી ચિંતાની લાગણી ફેલાવા પામી છે.ઉમલ્લાથી ઝઘડીયા વચ્ચે ઘણા વાહનો રોંગસાઇડનો ઉપયોગ કરીને દોડતા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા છતાં આવા વાહનોને જાણે રોંગસાઇડે જવાનો પરવાનો મળી ગયો હોય એમ છુટથી નિયમોનો ભંગ થતો દેખાય છે.ઉમલ્લા રાજપારડી અને ઝઘડીયાના ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવે છે.છતાં કેમ વાહનો નિયમોનો ભંગ કરીને દોડે છે ?એ બાબત જનતામાં પ્રશ્નાર્થ સર્જે છે.ઘણીવાર ટ્રાફિક પોલીસના કેટલાક જવાનો તેમને જે જગ્યાએ ફરજ બજાવવાની કામગીરી સોંપાઇ છે તેનાથી દુર બે ત્રણ કીલોમીટર દુર ઉભેલા દેખાતા હોવાની પણ લોકચર્ચાઓ જાણવા મળી છે.રાજ્ય સરકારે ઘણા બધા ચેકપોસ્ટ રદ કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે પોતાની ફરજના સ્થળથી અલગ જગ્યાએ જઇને ઉભા રહેવાની તેમને કાયદેસરની મંજુરી મળેલી છેકે કેમ તે પણ તપાસનો વિષય છે.ત્યારે આ ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માત સર્જતા રોંગ સાઇડે દોડતા વાહનો પર અંકુશ લાવવા તંત્ર કવાયત હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ખુલ્લુ મુકાયે લાંબો સમય વિતવા છતાં તેને જોડતા આ મહત્વના ધોરીમાર્ગ પર નિયમો નો ભંગ કરી દોડતા વાહનો પ્રત્યે તંત્ર લાલ આંખ કરીને તેમને નિયમોનું ભાન કરાવે તોજ તે વાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ની શોભા અને મોભાને અનુરૂપ ગણાશે.

ગુલ‍ામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શ્રમ કાર્ય કર્યું.

ProudOfGujarat

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ યથાવત : સમસ્યાનો અંત ક્યારે ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!