મોટી પાઇપલાઇન થી પાણીનો વ્યવસ્થિત નિકાલ થશે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર મોટુ વેપારી મથક છે.નગરમાં ઘરોના વપરાશ ના તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટરો બનાવેલી છે.આ ગટરોમાં કેટલીક જગ્યાએ પાઇપલાઇન માં કાદવ જામ થઇને પાણી ભરાઇ રહેતુ હોવાની સમસ્યા જણાતી હતી,ત્યારે તાજેતરમાં ગ્રામપંચાયત દ્વારા મોટી પાઇપો નાંખવાની કામગીરી શરુ કરવામાં આવી છે.હાલમાં મોચી ફળીયા થી લઇને પંચાયત ઓફિસ સુધીના રસ્તા પર પાણી ભરાતુ હતુ તેના કાયમી નિકાલ માટે મોટી પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ કરાતા પાણી ભરાવાની સમસ્યા થી છુટકારો મળશે એમ જણાવવામાં આવ્યુ છે.આવી પાઇપલાઇનો નું પાણી કોતરડીમાં વિના વિઘ્ને વહી જાય તેમાટે પંચાયત દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરુ કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement