પાલેજમાં ગત ૨૦૧૬ ના અંતિમ માસમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામમાં ભારે ભંગાણ સર્જાયો હતો ત્યારથી ગામમાં બે પક્ષો વચ્ચે તણાવ રહેતો હતો.જેના પગલે સામસામે પોલીસ ફરિયાદો કોર્ટ કેસો વારંવાર સર્જાતા હતા એવામાં ગામ આગેવાનો દ્વારા કુનેહ પૂર્વક બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરાવી ખુબ જ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
પાલેજ નગરની મુખ્ય બે રાજકીય પાર્ટીઓ વચ્ચે ગામ યુવાનો અને આગેવાનો દ્વારા સુલેહ કરાવવામાં આવતા આજ રોજ જાહેર કાર્યક્રમ રાખી એક બીજાને ગળે લગાડી ભૂતકાળ ભૂલી જઈ પાલેજના ભવિષ્યના નિર્માણમાં લાગી જવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ભૂતકાળના બનાવોના પગલે ગામમાં વેરઝેર ભુલી જઈને ગામની એકતા અને સામાજિક સંબંધો સાવ તૂટીના જાય એ પ્રકારનું સમાધાન ગામ આગેવાનોએ કુનેહ પૂર્વક વચ્ચે પડી સમાધાન કરાવતા ચોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે.જેના પગલે શુક્રવારના રોજ સ્નેહ મિલન સમારંભ પાલેજ નવયુવક મંડળ તરફ થી ગામની જુમાં મસ્જિદ ચોકમાં યોજાયો હતો. ગામના આગેવાનો એ બે પક્ષના લોકોને એકત્ર કરી સમાધાનનો પ્રયાસ કરવામાં જે પ્રયત્નો કર્યા છે તેને લોકોએ બિરદાવ્યા હતાં. ઉપરાંત ગામ આગેવાનો દ્વારા ભવિષ્યમાં આ બે પક્ષ વચ્ચે કાયમી ધોરણે ગામમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ કલુષિત ના બને એવા પ્રયત્નો કરી ગામ માં એકતાનું ઉદાહરણ પ્રજવાલિત કર્યું છે.
ઇમરાન ઐયુંબ મોદી- પાલેજ