Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભરવામાં આવ્યું.

Share

બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભર્યુ છે. જેમા સુરત જીલ્લાના 3 તાલુકામા જંત્રીના ભાવમા સાત ગણો વધારો કરવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી છે. મહેસુલી વિભાગ દ્વારા રુ 100 નો જંત્રીનો ભાવ રુ 708 કરી આપતા ખેડુતોમા ખુશી જોવા મળી હતી.
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયુ હતુ. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સરવેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડુતોની વાત કરીએ તો ગામોમા પ્રતિ ચો.મીટરે જંત્રીનો ભાવ રુ 100 થી પણ ઓછી છે. જેને કારણે ખેડુતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેને કારણે ખેડૂતો દ્વારા અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવવામા આવ્યો હતો. બુલેટ ટ્રેનમા ફાયનાન્સ કરનાર ઝીંકા કંપનીના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામા આવી હતી. સાથોસાથ વિશાળ રેલી સ્વરુપે કલેકટરને આ અંગે આવેદનપત્ર પણ આપવામા આવ્યુ હતુ.દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામા એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમા જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે , સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી. આ કમિટિએ ઓપાડ, માગરોળ અને કામરેજમા 100 થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100 થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરએ રુ 708 નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. કલેકટર દ્વારા આ અંગે મહેસુલી મંત્રી સાથે એક બેઠકનુ આયોજન કરી ખેડુતોની સ્થિતિ અંગેનો ચિતાર પણ આપ્યો હતો. આખરે મહેસુલી મંત્રી દ્વારા જંત્રીના આ ભાવને લીલીઝંડી આપી દેવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી હતી. પરંતુ ખેડુત સમાજની એક માંગ એવી પણ છે કે નવસારી, કઠોર તથા વલસાડ જીલ્લાના ખેડુતોને પણ જંત્રીના ભાવમા વધારો કરી આપે. જો તેઓને જંત્રીના ભાવમા વધારો કરવામા નહિ આવશે તો ખેડુત આર્થિક રીતે પડી ભાંગશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

રાજપીપલામાં બીજેપી દ્વારા “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલની ઉપસ્થિતિમા પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી મા ભ્રષ્ટ અઘિકારી અને વચેટિયા રાજથી અરજદારો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!