ભારત દેશની ઓળખ અને સનાતન ધર્મની ધરોહર એવા ભગવાન નીલકંઠ મહાદેવજીના બે મુખ્ય મંદિર કોટેસ્વર ( કચ્છ ) થી રામેસ્વર ( તમિલનાડુ ) ની કુલ 6800 કિમિ જેવી “કોસ્ટલ રોડ” પર 12 લોકો 3 કાર સાથેની સાહસિક યાત્રા 11/11/19 થી પરત કચ્છ 23/11/19 સુધી યાત્રા ભુજથી શરૂ થઈ છે.આ યાત્રા પાછલા 3 દિવસમાં કોટેશ્વર, દ્વારકા,સોમનાથ,માધવપુર જેવા ગુજરાત અને દેશના મહત્વના સ્થળો પરથી પસાર થઈ ભાવનગરથી આજના સેડુલ મુજબ પનવેલ રાત્રી રોકાણ છે. આજના પ્રવાસમાં મૂળ કચ્છના હાલે ભરૂચ GNFC ના કર્મચારી એવા યોશીતા સિતાંશુ સુકલ અને જ્યોત્સના સુરેશ ચૌહાણ અને ગુજરાતના પ્રસિદ્ધ બાઇક પરના સાહસિક યાત્રી પારુલ બેન ભરૂચ તરફથી શુભકામનાઓ માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતા.આ યાત્રાના એક યાત્રી બનવાનું અમારા સદ્ભાગ્યે અવસર મળેલ છે. આ યાત્રામાં જોડાયેલ તમામ 12 સભ્યો ગુજરાતી છે અલ્પેશ પટેલ, રઘુપથી (અભિનંદન), જીતેન્દ્ર પટેલ,સંજય વ્યાસ,ઉદય અંતાણી ટુરના આયોજક આ 5 સુરત, અમિત પાઠક, ભરત રૂપારેલ 2 ગાંધીધામ કચ્છ, કેતન ચૌહાણ, શામજી ખૂંગલા, ભરતસિંહ સોઢા 3 કુકમા કચ્છ,ધવલ પાઠક,વિરલ વોરા 2 ભુજ કચ્છ આમ કુલ 12 પ્રવાસી જે કોઈ પણ યાત્રી એક બીજાને ઓળખતા પણ નથી પણ સોસીયલ મીડિયાના સંપર્કના કારણે એક વિચારને યાત્રાનું રુપ આપાયું જેમાં બેટી બચાવો બેટી પઢાવો, ટ્રાફિક રુલનું પાલન સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચવાની થીમ સાથે લઈ નીકળ્યા છે.
બેટી બચાવો બેટી પઢાવો, ટ્રાફિક રુલ નું પાલન સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાની થીમ સાથે ભારત દેશની યાત્રા શરૂ કરી.
Advertisement