M S યુનિવર્સિટી વડોદરાની પાદરાની M K અમીન આર્ટસ એન્ડ કોમર્સ ફેકલ્ટીમાં પાદરામાં સાયન્સ બ્લોક માટે નવનિર્મિત બિલ્ડીંગનું નિર્માણ શરૂ કરતાં, પાદરા કોલેજના વિધાર્થીઓ માટે રમત ગમતનું મેદાન નહિ રહે તે માટે પાદરા કોલેજના પૂર્વ વિધાર્થીઓએ વિરોધ નોંધાવીને નારાજગી દર્શાવી હતી. જ્યાં પૂર્વ વિધાર્થીઓનું માનીએ તો સાયન્સ ફેકલ્ટીના નવા બ્લોક માટે જે નિમાણ કરવામાં આવશે તો રમત ગમતનું મેદાન પણ નહીં રહે તે માટે રજુઆત કરવામાં આવી હતી આજે કરેલી રજુઆત કરવામાં વિધાર્થીનું હીત નહિ જળવાઇ તો આગળની રણનીતી માટે પૂર્વ વિધાર્થીઓ વિચાર કરશે.
M k અમીન કોલેજમાં પૂર્વ વિધાર્થીઓની રજુઆતના પગલે વડોદરા M S ના સેનેટ મેમ્બર જીગર ઇનામદાર સહિત સ્ટાફ પાદરા કોલેજ દોડી આવ્યા હતા અને રજુઆતના પગલે સુ થઈ શકે તે માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જીગર ઇનમદારે જણાવ્યું હતું પાદરા કોલેજ ફરી એકવાર ધમધમી ઉઠે અને સાયન્સ ફેકલ્ટી માટે નવી બિલ્ડિંગના લેબોરેટરી સહિત સુવિધા મળી રહે તે માટે નવા બિલ્ડીંગ નું નિર્માણ કરવાનું હાથ ધરવામાં આવી રહ્યું છે.જે રજુઆતની શક્યતાઓને ચકસવા માટે આવ્યા હતા અને પૂવ વિદ્યાર્થી સાથે પરામર્શ ચર્ચાઓ કરીને ભેગા મળીને કોલેજના હિત માટે વિનંતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
M. S. યુનિવર્સિટીની પાદરાની M. K. અમીન કોલેજમાં સાયન્સ બ્લોકના નવી બિલ્ડીંગના નિમાર્ણનો વિવાદ રમત ગમતનું મેદાન નહિ રહેતા પૂર્વ વિધાર્થીઓ વિરોધ નોંધાવ્યો.
Advertisement